લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં 27 ઓક્ટોબરથી શરૂ થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

મતદાન યાદી સુધારણા કાર્યક્રમ- ગુજરાત ટાઈમ્સ24

ગાંધીનગર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વાર્ધમાં 27 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ હાથ ધરાશે. તા. 27 ઓક્ટોબરના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે. આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળી શકશે.

ઉપરાંત આ યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ ઉપર પણ મુકાશે. ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તા. 4-5 ઓક્ટોબરે તથા તા.2-3 ડિસેમ્બરે એમ ચાર દિવસ ખાસ ઝુંબેશ ચાલશે. આ દિવસો દરમિયાન રાજ્યમાં દરેક બૂથ પર લેવલ ઓફિસર સવારે 10થી 5 ઉપસ્થિત રહેશે.

મતદારો એમના નામ ત્યાં મતદાર યાદીમાં જોઈ શકશે. મતદાર યાદીમાં સુધારો-વધારો કે નામ કમી કરવા માટેના ફોર્મ બૂથ ઉપર મળશે. આ બધી અરજીઓ અંગે તા. 26 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે અને તા. 5 જાન્યુઆરી, 2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. શુક્રવારે અમદાવાદ ખાતે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા તથા મતદાન મથકના પૂનર્ગઠન માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મતદાર યાદીમાં નામ નોંધાવા, સુધારો-વધારો કે નામ કમી કરવા ચૂંટણી પંચની Voter Helpline app કે VSP જેવા પોર્ટનો ઉપયોગ પણ થઈ શકશે.

આ પણ વાંચો- મુંબઈ પોલીસે કેવી રીતે પકડી પાડી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી?