ગાંજાનું વાવેતર કરીને વેચતા આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષ કેદની સજા

રાજપીપળા: રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટે ગાંજાના વેપારીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા આરોપીઓમાં ડરનો માહોલ બની ગયો છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાનમાં દારૂ-ગાંજાનું દૂષણ પ્રતિદિવસ વધી રહ્યું છે. તેવામાં નર્મદા જિલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલેલ એન.ડી.પી.એસ. કેસમાં આરોપી કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારતા ફફડાટ ફેલાયો છે.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ સાકી ગામના નિશાળ ફરિયામા રહેતા લાલસીંગ સેગજીભાઇ વસાવાએ તેના રહેણાંક ઘરના પાછળના ભાગે આવેલ પોતાની માલીકીના વાડાની જમીનમાં બિન અધિકૃત રીતે વગર પાસ પરમીટે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ- 232 જેનું કુલ વજન 165.400 કિલો ગ્રામ કુલ થયું હતું.

જેની કિંમત 16,54,000 રૂપિયા થતાં હોય આ નસિલા પદાર્થનું ગેરકાદેસર રીતે વાવેતર કરી જેનું વેચાણ કરતો હોય પોલીસે ઝડપી પાડ્યો હતો. જેને ઝડપી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા આ કેશ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી હતી.

નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવી છે.

આ પણ વાંચો-ભારતે એશિયા ગેમ્સમાં રચ્યો ઇતિહાસ; ખેલાડીઓએ બનાવી મેડલ થકી સદી