ભારતે એશિયા ગેમ્સમાં રચ્યો ઇતિહાસ; ખેલાડીઓએ બનાવી મેડલ થકી સદી

એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઇતિહાસ- ગુજરાત ટાઈમ્સ24

એશિયન ગેમ્સ 2023: ભારતે પ્રથમ વખત એશિયા ગેમ્સમાં 100 મેડલ પોતાના નામે કરીને એક ઇતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતના ખેલાડી આંગળીના ટેરવે ગણી શકીએ તેટલા મેડલ જીતી શકતા હતા, પરંતુ આ વખતની એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ વર્ષે ભારતીય એથ્લીટ્સે એશિયન ગેમ્સમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. આજે 14માં દિવસે ભારતની મહિલા કબડ્ડીની ટીમે ફાઈનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને 25મો ગોલ્ડ જીત્યો હતો અને આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં પહેલીવાર 100 મેડલ જીત્યા છે.

આજે ભારતની મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 25મો ગોલ્ડ હતો અને તે 100મો મેડલ હતો. ભારતે એશિયન ગેમ્સમાં પહેલીવાર 100 મેડલ જીત્યા છે. આ વખતે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો-પટાવાળાથી CEO સુધીઃ ઈન્ફોસિસમાં કચરાં-પોતા કરતાં દાદાસાહેબ આજે બે કંપનીના માલિક છે