નર્મદા: સેલંબા ખાતે થયેલા કોમી તોફાનમાં ભોગ બનનારના ભાઈ પર થયો તીક્ષ્ણ હથિયારથી હુમલો

  • કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપો પોલીસ બંદોબસ્ત વચ્ચે સેલંબા વાસીઓ સુરક્ષિત છે: નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બજરંગ દળ આયોજિત શૌર્ય યાત્રા ઉપર પથ્થર મારા બાદ બે કોમના ટોળા સામ સામે આવી જતા સ્થિતિ તંગ બની હતી. આ ગંભીર ઘટનામાં સાગબારા પોલીસ મથકમાં હિંદુ અને મુસ્લિમ એમ બન્નેવ કોમના મળી કુલ 40 થી વધુ લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ મહંમદ વસીમ સલીમ શેખ નામના વ્યક્તિને 21 નામો કઢાવી નાખવા માટે મારી નાખવાની ધમકીની ઘટના બાદ કોમી તોફાનમાં ભોગ બનનારના ભાઈ પર થયો તીક્ષ્ણ હથિયારથી હુમલો થયા સેલંબાનું વાતાવરણ તંગ બન્યું છે.

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ જણાવ્યું હતું કે સેલંબા ખાતે થયેલા કોમી તોફાનમાં ભોગ બનનારના ભાઈ વસીમ પોતાની દિકરી સાથે સાગબારાથી સેલંબા જઈ રહ્યો હતો ત્યારે ટુ વ્હીલર પર 2 વ્યક્તિઓએ એમને રોકી વસીમ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, દરમિયાન પોતાનાં બચાવમાં વસિમે પોતાનો હાથ આગળ કર્યો ત્યારે એને તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હતા, હાલ એ સારવાર હેઠળ છે.વસીમના જણાવ્યા મુજબ અમે સેલંબાની નાકાબંધી કરી છે અને આરોપીને જલદી પકડી પાડીશું.કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપો પોલીસ બંદોબસ્ત વચ્ચે સેલંબા વાસીઓ સુરક્ષિત છે.આ હુમલો કરનારે વસીમ સાથે કોઈ વાત ચીત કરી ન્હોતી એટલે આ હુમલાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે એ જાણી શકાયું નથી.

આ પણ વાંચો- ઘાટલોડિયા: કેલોરેક્સ શાળાના શિક્ષકને માર મારનારાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ