પુરી-અમદાવાદ ટ્રેનમાંથી 5 કિલો ગાંજાનો બિનવારસી જથ્થો મળ્યો, ભારતીય રેલવે નશીલા પદાર્થની હેરાફેરીનું માધ્યમ બની

દિવસને દિવસ નશાપદાર્થોનો મોટો પ્રમાણમાં જથ્થો ગુજરાતમાંથી બરામત થઈ રહ્યો છે ત્યારે ભારતીય રેલવે અસામાજિક તત્વો માટે નશીલા પદાર્થની હેરાફેરી કરવા માટેની પ્રથમ પસંદ બની રહ્યું છે.

અમદાવાદા રેલવે મથક પર ટ્રેનમાં કેટલીક વખત દારુ સહિત ગાંજાના બિનવારસી જથ્થા પોલીસે કબ્જે કર્યા છે ત્યારે પુરી – અમદાવાદ ટ્રેનમાંથી શનિવારના રોજ 5 કિલો ગાંજો પકડાયો છે. થોડા સમય અગાઉ પણ આ જ ટ્રેનમાંથી એક મહિનામાં ત્રણ વખત ગાંજાનો બિનવારસી જથ્થો મળ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પશ્ચિમ રેલવે એસઓજીની એક ટૂકડી ગત તા.7 ઓક્ટોબરના રોજ અમદાવાદ રેલવે મથક પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પ્લેટફોર્મ નં.6 પર ઉભેલી પુરી-અમદાવાદ ટ્રેનના જનરલ કોચમાં એક બિનવારસી થેલો પોલીસે કબ્જે કર્યો હતો.

થેલાની તપાસ કરતા તેમાંથી 50,900 કિંમતો 5.09 કિલો ગાંજાનો માદક પદાર્થનું એક પેકેટ મળી આવ્યું હતું. જેને આધારે અમદાવાદ રેલવે પોલીસે થેલો ત્યાં છોડી જનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી એ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે નશીલા પદાર્થનો જથ્થો મૂકીને કોઈ શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે સ્થળ પર જ નાગરિકોની તપાસ હાથ ધરી હતી.