ઇન્ટરનેશનલ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપને કારણે ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એપીએ તાલિબાન પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે ભૂકંપને કારણે દેશમાં અત્યાર સુધી 2000થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના કારણે ઘણી ઇમારતો અને દિવાલો જમીનમાં ધસી પડી. તાલિબાન પ્રવક્તા અનુસાર, આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. USGS મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું.
અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂકંપને લીધે સેંકડો લોકોના મોતના અહેવાલ આવી શકે છે.
આ પણ વાંચો-ભારતીય વાયુસેના દિવસ પર વાયુસેનાને મળ્યો નવો ધ્વજ; પીએમ મોદી-અમિત શાહે પાઠવ્યા અભિનંદન