અલ-અક્સા મસ્જિદ ઇતિહાસ: ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધ છેડાયું છે. ગાઝાના કટ્ટરપંથી સંગઠન હમાસે ઇઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. તે પછી હમાસના લડાકુઓએ ઇઝરાયેલમાં ઘુસણખોરી કરી હતી. જવાબમાં ઇઝરાયેલી સેનાએ ગાઝા વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી. હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. બન્ને તરફ ભયાનક અસ્થિરતા ચાલુ છે. રહેણાંક વિસ્તારમાં પણ બોમ્બમારો થઇ રહ્યોં છે.
હવે સવાલ ઉભો થાય છે કે ઇઝરાયેલ-હમાસ વચ્ચે આ યુદ્ધ કેમ થઇ રહ્યું છે? હમાસનું કહેવું છે કે તે અલ-અક્સાની ગરિમાને બચાવવા માટે લડી રહ્યાં છે. ગ્રુપના રાજકીય બ્યૂરોના પ્રમુખ ઇસ્માઇલ હાનિયેહે જણાવ્યું કે આ તેમના લોકો પર થતા અત્યાચારનો ‘બદલો’ છે. હમાસે તેના નિવેદનમાં અલ-અક્સા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલના વિવાદના મૂળને સમજવા માટે અલ-અક્સા મસ્જિદ અને તેના વિવાદિત ઇતિહાસને સમજવો પડશે.
ભારતીય વાયુસેના દિવસ પર વાયુસેનાને મળ્યો નવો ધ્વજ; પીએમ મોદી-અમિત શાહે પાઠવ્યા અભિનંદન
35 એકરની જમીનનો ઝઘડો
જેરૂસલેમના ઇતિહાસને સમજવા માટે આપણે ઘણુ પાછળ જવું પડશે, ઇસા કરતા પણ પહેલા.
પહેલા જૂની ટાઇમલાઇનમાં દાખલ થઇએ.ઇસા મસીહના આશરે હજાર વર્ષ પહેલા યહુદી રાજા સોલોમને એક ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. યહુદી તેને ‘ફર્સ્ટ ટેમ્પલ’ તરીકે ઓળખે છે. કિંગ સોલોમનને ઇસ્લામ અને ઇસાઇયત બન્નેમાં પયગમ્બરનો દરજ્જો મળેલો છે. સોલોમનના બનાવેલા ફર્સ્ટ ટેમ્પલને બેબિલોનિયન લોકોએ તોડી નાખ્યો હતો. 500 વર્ષ પછી- 516 ઇસા-પૂર્વમાં યહુદીઓએ ફરી આ જગ્યાએ મંદિર બનાવડાવ્યું હતું. તે મંદિરને ‘સેકન્ડ ટેમ્પલ’ તરીકે ઓળખવામાં આવ્યું. અહીં યહુદી નિયમિત પૂજા કરવા આવતા હતા. સેકન્ડ ટેમ્પલ 600 વર્ષ સુધી સલામત રહ્યું.
સન 70માં અહીં રોમન્સે હુમલો કર્યો. મંદિરને તોડવાનો પ્રયાસ પણ થયો. મંદિરને તોડવામાં તો આવ્યું પરંતુ પશ્ચિમ તરફ દિવાલનો એક ભાગ બચી ગયો. મંદિરની આ દિવાલ આજે પણ જોવા મળે છે. યહુદી તેને ‘વેસ્ટર્ન વૉલ’ અથવા ‘વેલિંગ વૉલ’ કહે છે. તે તેને પોતાની અંતિમ ધાર્મિક નિશાની માને છે. ઇન્ટરનેટ પર વેસ્ટન વૉલની તસવીરો તમે જોઇ હશે. આજે પણ યહુદી પંથના લોકો અહીં પૂજા કરવા આવે છે. દિવાલની તિરાડમાં લોકો માનતા ધરાવતા પત્ર મુકે છે. તે દિવાલને અડીને રડે પણ છે, માટે વેલિંગ વૉલ નામ આવ્યું.
આ પવિત્ર જગ્યાની અંદર જ ‘ધ હોલી ઓફ ધ હોલીજ’ છે. યહુદીઓનું સૌથી પવિત્ર સ્થળ. યહુદીઓનો વિશ્વાસ છે કે આ તે જગ્યા છે, જ્યાંથી દુનિયા બની હતી અને અહીં જ પયગમ્બર ઇબ્રાહિમે પોતાના પુત્ર ઇશ્હાકની બલિ આપવાની તૈયારી કરી હતી.
હમાસના હુમલામાં 480થી વધુ ઈઝરાયલી લોકોના મોત; PM નેતન્યાહુએ કહ્યું- આપીશું જડબાતોડ જવાબ
મુસ્લિમો પણ આ સ્થાન પર આસ્થા ધરાવે છે. તેઓ માને છે કે વર્ષ 621માં આ જગ્યાએથી ઇસ્લામના અંતિમ પયગમ્બર મોહમ્મદ જન્નતની સફરે ગયા હતા, તેને ઇસ્લામમાં ‘મેરાજ’ કહે છે. આ મસ્જિદમાં પયગમ્બર મોહમ્મદે તેમની પહેલા આવેલા તમામ પયગમ્બરો સાથે નમાઝ પઢી હતી.
આ મસ્જિદ સાથે મુસ્લિમોની એક અનન્ય માન્યતા જોડાયેલી છે. પહેલા વિશ્વના તમામ મુસલમાન આ મસ્જિદ તરફ મોઢું કરીને નમાઝ પઢતા હતા, પછી તે મક્કા સ્થિત મસ્જિદ-એ-હરમ તરફ મોઢું કરીને નમાઝ પઢવા લાગ્યા, માટે તમે જોતા હશો કે ભારતના મુસ્લિમો પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને નમાઢ પઢે છે, કારણ કે ભૂગોળના હિસાબથી મક્કા ભારતના પશ્ચિમમાં છે.
પયગમ્બર મોહમ્મદના સ્વર્ગવાસના 4 વર્ષ પછી મુસ્લિમોએ જેરૂસલેમ પર હુમલો કર્યો હતો. તે સમયે અહીં બાયઝેન્ટાઈન સામ્રાજ્યનું શાસન હતું. પછી પવિત્ર કંપાઉન્ડ ફરી મુસ્લિમો પાસે આવ્યું. આજે અલ-અક્સા મસ્જિદની સામેની તરફ છે, એક સુવર્ણ ગુંબજ ધરાવતી ઇસ્લામિક ઇમારત છે, તેને ‘ડોમ ઓફ ધ રોક’ પણ કહે છે.
ઈઝરાયેલમાં ફસાઈ નુસરત ભરુચા, ટીમે કહ્યું – સંપર્ક થઈ શકતો નથી
યહુદીઓની વેસ્ટર્ન વૉલ, મુસ્લિમોની અલ-અક્સા મસ્જિદ અને ડૉમ ઓફ ધ રોક. આ તમામ ઇમારત 2 એકરના કંપાઉન્ડની અંદર છે. આ કંપાઉન્ડમાં ઇસાઇઓનું પણ એક પવિત્ર ચર્ચ છે. તે માને છે કે અહીં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા હતા અને અહીં જ તેમનો પુનર્જન્મ થયો હતો. આ જગ્યામાં ઇસાઇઓનું આ ચર્ચ બનાવવામાં આવ્યું છે.
2 એકરની જમીનમાં વિશ્વના 3 મોટા ધર્મોની આસ્થા સાથે જોડાયેલી ઇમારત છે. ત્રણેય પંથની શરૂઆત તેનું કારણ છે. ત્રણેય ધર્મના તાર સમયમાં પાછળ જઇને એક સાથે જોડાય છે. આ તમામ પયગમ્બર ઇબ્રાહિમના માનનારા છે, માટે તેમણે ‘એબ્રાહમિક રિલીજન’ કહેવામાં આવે છે. પયગમ્બર ઇબ્રાહિમને પોતાના ઇતિહાસ સાથે જોડનારા આ ત્રણેય ધર્મ જેરૂસલેમને પોતાનું પવિત્ર સ્થળ માને છે. આ કારણ છે કે વર્ષો પહેલા મુસ્લિમ, યહુદીઓ અને ઇસાઇઓના દિલમાં આ શહેરનું નામ આવતું રહે છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 2000 લોકોના મોત; ઇમારતો જમીનમાં ધસી ગઇ