ઈઝરાયેલમાં ફસાઈ નુસરત ભરુચા, ટીમે કહ્યું – સંપર્ક થઈ શકતો નથી

ઈઝરાયેલ અને હમાસમાં યુદ્ધનો શંખનાદ થઈ ચૂક્યો છે. ફિલિસ્તીનના મિલિટેન્ટ ગ્રૂપ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. તેની ટીમના એક મેમ્બરે આ વિશે શનિવારે જાણકારી આપી છે.

એક નિવેદન જારી કરીને ટીમ મેમ્બરે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ નુસરત ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. ત્યાં તે Haifa International Film Festivalમાં ભાગ લેવા પહોંચી હતી.

એક હિન્દી મીડિયાના અહેવાલ સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, છેલ્લી વખત જ્યારે મેં તેમની સાથે સંપર્ક કર્યો ત્યારે આજે (શનિવારે) બપોરે 12.30 વાગ્યાની આસપાસ હતો, જ્યારે તે ભોંયરામાં સુરક્ષિત હતી. સુરક્ષાના કારણોસર, બાકીની માહિતી શેર કરાઈ નથી.

જોકે ત્યારથી અમે તેનો સંપર્ક કરી શક્યા નથી. અમે નુસરતનો ફરીથી સંપર્ક કરીને તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેને સુરક્ષિત રીતે અને કોઈપણ નુકસાન વિના ભારત પરત લાવવાની આશા રાખીએ છીએ.

ઉલ્લેખનીય છે કે શનિવારે દક્ષિણ ઈઝરાયેલમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો, પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા મોટી સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ પછી ઈઝરાયેલે યુદ્ધનું એલર્ટ જાહેર કર્યું છે. ઈઝરાયેલ સરકારે તેમના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.