ગાંધીનગર: ગ્રામીણ વિસ્તારમાં ગુલામી ઠંડીની શરૂઆત સાથે જ ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી થઇ ગઇ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં તાપમાન 34.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 32.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડીસામાં 33.8 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું.
સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ
રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનની વાત કરવામાં આવે તો નલિયામાં 32.3 ડિગ્રી, દ્વારકામાં 31.7 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી, કેશોદમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 6 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. જો કે, રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે.
રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન
- શહેર તાપમાન (ડિગ્રીમાં)
- અમદાવાદ- 34.8
- ગાંધીનગર- 32.6
- ડીસા- 33.8
- નલિયા- 32.3
- દ્વારકા- 31.7
- પોરબંદર- 32.4
- કેશોદ- 33.2