ભારત-પાકિસ્તાન મેચની ટીકીટ માત્ર બે કલાકમાં જ થઇ ગઇ સોલ્ડ આઉટ

નવી દિલ્હી: વર્લ્ડકપ 2023માં 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 14 હજાર ટિકિટ માત્ર 2 કલાકમાં જ ઓનલાઇન વેચાઇ ગઇ હતી. ટીકીટનું વેચાણ ઓનલાઈને વેબસાઈટ બૂક માય શો પર બાર વાગે શરૂ થઈ હતી. બપોરે 2 વાગ્યા સુધી તો સોલ્ડ આઉટ પણ થઇ ગઇ હતી. ટિકિટ ખરીદવા માટે ટિકિટ વિન્ડો ખુલી ત્યારથી જ 90 મિનિટ વેઇટિંગનો સમય બતાવતું હતું.

આ પહેલા બીસીસીઆઇએ ટ્વિટ કરીને જાણ કરી હતી કે 8 ઓક્ટોબર 2023માં બપોરના 12 વાગ્યાથી ઓનલાઇન ટિકિટ એપ બુક માય શો પર ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવશે. જોકે, ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થાય ત્યારથી જ વેબસાઇટની સ્ક્રિન પર 90 મિનિટ વેઇટિંગ બતાવતું હતું જેને કારણે ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માંગતા ફેન્સ નિરાશ થયા હતા. ટિકિટ ન મળવાને કારણે ફેન્સે ટિકિટ એપનું સ્કેમ ગણાવ્યું હતું.

અમદાવાદમાં 1 લાખ 32 હજારની દર્શક ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મેચ રમાવાની છે. 14 ઓક્ટોબરના મહામુકાબલાને જોવા માટે ફેન્સ લાખો રૂપિયા પણ ખર્ચવા માટે તૈયાર છે. જોકે, બીસીસીઆઇએ ટિકિટ વેંચાણ અર્થે તો મુકી છે પણ ટિકિટનું ઓનલાઇન વેંચાણ માટે લાંબુ વેઇટિંગ જોવા મળતા સોશિયલ મીડિયા પર ફેન્સ બળાપો ઠાલવી રહ્યાં છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યાં છે કે કિડની મળવી આસાન છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ મળવી ઘણી મુશ્કેલ છે.

ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ

આ પણ વાંચો-ગૌતમ અદાણીએ રાજસ્થાનમાં ખરીદી વિજળી કંપની