અયોધ્યાથી આવ્યા મહત્ત્વના સમાચારઃ રામાનંદીય પરંપરાથી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની એક બેઠક રવિવારના રોજ મળી હતી, જેમાં સમિતિએ મનોમંથન બાદ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન અંગે ચર્ચા કરાઈ હતી. આ ચર્ચા દરમિયાન નિર્ણય કરાયો કે રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામાનંદીય પરંપરાના અનુરુપ કરાય. જલદી જ સમિતિ રામનગરીમાં સંતોની એક બેઠક યોજશે.

બેઠક પહેલા સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ નિર્માણાધીન મંદિર અને અન્ય યોજનાઓની પ્રગતિ વિશે પૂછપરછ કરી હતી. શ્રી રામ જન્મભૂમિ સંકુલ અને ભક્તિપથની સાથે શ્રી રામ જન્મભૂમિ પથ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે તેવો નિર્ણય પણ લેવાયો છે.

શ્રી રામ જન્મભૂમિ પથના નિરીક્ષણ દરમિયાન તેઓ કેનોપી અને પ્રવેશદ્વારના નિર્માણ કાર્યની ઝડપ વધારવા સૂચનાઓ આપી છે. આ સાથે તેમને મંદિર પરિસરમાં બની રહેલા યાત્રાળુ સુવિધા કેન્દ્રના નિર્માણની ગતિ ઝડપી બનાવવા પણ કહેવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું કે, ભીડ નિયંત્રણ અને ભક્તોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા પર ભાર મૂકાયો છે. એક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.