હમાસની બર્બરતાઃ ઈઝરાયેલમાં મહિલાઓ પર બળાત્કાર, આતંકીઓએ મૃતદેહ પણ ન છોડ્યા

હમાસે શનિવારે ઈઝરાયેલમાં આતંકી હુમલો કરી બરબાદી સર્જી છે. આતંકવાદીઓએ મ્યુઝિકલ ફેસ્ટમાં તબાહી મચાવી છે. દક્ષિણ ઇઝરાયેલના સુકુટ ગામમાં આતંકવાદીઓએ લોહીની નદીઓ વહાવી છે. અહીં 260 મૃતદેહો મળી આવ્યા હતા. હવે આ કાર્યક્રમના પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે હમાસે કેટલી નિર્દયતા બતાવી છે. હુમલામાં બચી ગયેલી એક મહિલાએ તેના મિત્રને આ સમગ્ર દ્રશ્ય સંભળાવ્યું છે જે તમને હચમચાવી દે તેવું છે. આતંકવાદીઓએ મૃતદેહની સામે મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને બંદૂકની અણીએ ઘણા લોકોની હત્યા કરી હતી.

એક પ્રત્યક્ષદર્શી તેના મિત્રોની શોધમાં પાછો ફર્યો અને તેણે જે જોયું તેનાથી હોશ ઉડી ગયા. આ પ્રત્યક્ષદર્શીએ તેના મિત્રને ગૂંગળામણભર્યા અવાજમાં કહ્યું કે તેની સામે મૃતદેહો પડેલા છે. આમાંના મોટાભાગના મૃતદેહો યુવતીઓના હતા, જે સંપૂર્ણપણે ઠંડા અને વિકૃત હાલતમાં પડેલા હતા. આ ડેડબોડીઓ પર કપડાં ઓછા હતા કે નહોતા. આમાંના ઘણા મૃતદેહો એવા હતા કે જેને નજીકથી ગોળી મારવામાં આવી હતી. આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડથી કારને ઉડાવી દીધી હતી.

ત્યાં કેટલાક લોકો હતા જે ઝાડીઓ વચ્ચે સંતાવા માટે દોડવા લાગ્યા. એક બચી ગયેલા વ્યક્તિએ યાદ કર્યું કે, મને લાગ્યું કે જાણે તેઓ અમારા માથા ઉપર ગોળી મારી રહ્યા છે.

તેઓએ આગળ જણાવ્યું કે, હું એક ઝાડીમાં ઘુસી ગયો, એવું લાગ્યું કે આપણી ચારેબાજુ 180 ડિગ્રીથી ગોળીઓ વરસી રહી છે. હું સમજી ગયો કે આપણે ત્યાં ઓછામાં ઓછા થોડા કલાકો રહીશું. આખરે તેણએ પોતાના કેટલાક મિત્રો સાથે મળીને પોતે સુરક્ષીત સ્થળે પહોંચવાનું જોખમ લીધી. કેટલાક લોકો ઉગાડા પગે દોડ્યા.

તેણે કહ્યું, મેં મારા મિત્રોને કહ્યું કે, જો અમને આર્મી કે પોલીસની ગાડીઓ ટાર્ગેટ તરીકે દેખાય તો જ અમે રસ્તા પર જઈએ છીએ. નહિંતર આપણે ક્યારેય પહોંચી શકીશું નહીં. જ્યારે અમે પોલીસ અને આર્મીના વાહનો જોયા ત્યારે અમને સમજાયું કે તે એક સુરક્ષિત જગ્યા છે. બાદમાં ભયંકર હુમલો સમાપ્ત થયો.