આમ આદમી પાર્ટીએ જ્ઞાન સહાયક મુદ્દે આજથી શરૂ કરી “યુવા અધિકાર યાત્રા”

  • જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી ગાંધી આશ્રમ સુધી ‘યુવા અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવશે.
  • 13 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી યુવા અધિકાર યાત્રા ચાલશે.
  • ગુજરાતના પીડિત યુવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રામાં જોડાશે.
  • અંગ્રેજોના કાળા કાયદા સમાન જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે ઉદ્દેશથી આ યાત્રા શરૂ કરવામાં આવશે.

અમદાવાદ:  આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજથી યુવા અધિકારી યાત્રા શરૂ કરી છે. જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી ગાંધી આશ્રમ સુધી ‘યુવા અધિકાર યાત્રા’ શરૂ કરવામાં આવશે. આવતીકાલ તારીખ 20 ઓક્ટોબર સુધી આ યુવા અધિકાર યાત્રા ચાલશે. વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ સરકાર સામે પડકાર ફેંકી રહ્યા છે. સરકારી ભરતીનો મુદ્દો હોય કે પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હોય, આ બધામાં સૌથી પેચીદો મુદ્દો છે જ્ઞાન સહાયકનો મુદ્દો. જ્ઞાન સહાયકના મુદ્દે અવારનવાર સરકારની સામે આંદોલન કરતા આવ્યા છીએ અને ગુજરાતના દરેક યુવાનો વતી યુવરાજસિંહ જાડેજા અને સમગ્ર પાર્ટી પોતાની વાત રજૂ કરતા આવ્યા છીએ.

આ યાત્રામાં મોટી સંખ્યામાં પીડિત યુવાનો જોડાવા જઈ રહ્યા છે. જે રીતે ગાંધીજીની સાથે 78 પ્લસ એક સાથીઓ હતા, તે જ રીતે અમારી યાત્રામાં 78 પ્લસ એક ઉમેદવારો જોડાવા જઈ રહ્યા છે. “જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો” તે ઉદ્દેશ સાથે અમે આ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે.

યુવા અધિકાર યાત્રાનો રૂટ નીચે મુજબ છે:

યુવા અધિકાર યાત્રા દાંડીથી સાબરમતી આશ્રમ: ૧૩મી ઓક્ટોબર થી ૨૦મી ઓક્ટોબર

૧૩ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે દાંડી
બપોરે ૧ વાગે નવસારી (લંચ)
સાંજે ૪ વાગે મહુવા (રાત્રી)

૧૪ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે બારડોલી
બપોરે ૧ વાગે વ્યારા (લંચ)
સાંજે ૪ વાગે માંડવી (રાત્રી)

૧૫ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે નેત્રંગ
બપોરે ૧ વાગે મોવી ( લંચ)
સાંજે ૪ વાગે રાજપીપળા (રાત્રી)

૧૬ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે કેવડીયા
બપોરે ૧ વાગે નસવાડી
સાંજે ૪ વાગે કંવાટ
સાંજે ૬ વાગે છોટા ઉદેપુર (રાત્રી)

૧૭ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે દેવગઢ બારીયા
બપોરે ૧ વાગે દાહોદ (લંચ)
સાંજે ૪ વાગે ગોધરા

૧૮ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે સહેરા
બપોરે ૧ વાગે લુણાવાડા(લંચ)
સાંજે ૪ વાગે મોડાસા (રાત્રી)

૧૯ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે શામળાજી
બપોરે ૧ વાગે ભિલોડા (લંચ)
સાંજે ૪ વાગે હિંમતનગર (રાત્રી)

૨૦ ઓક્ટોબર
સવારે ૧૦ વાગે પ્રાતિંજ
બપોરે ૧ વાગે માણસા
સાંજે ૪ વાગે અમદાવાદ ગાંધી આશ્રમ