ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાની તારીખ જાહેર; જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે.

આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર મુકવામા આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી તા.26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો-આમ આદમી પાર્ટીએ જ્ઞાન સહાયક મુદ્દે આજથી શરૂ કરી “યુવા અધિકાર યાત્રા”