દેશમાં દર ત્રીજી મીનિટે એક વ્યક્તિનું અકસ્માતમાં થાય છે અકાળે મૃત્યું; કાળજીપૂર્વક કરો ડ્રાઇવિંગ

દેશભરમાં અકસ્માતોની ભરમાર- ગુજરાત ટાઈમ્સ24

નવી દિલ્હી: દેશમાં અકસ્માતોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે. ભારતમાં દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે.આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા હોવાની માહિતી સામે આવી છે.

ભારતમાં દર ત્રીજી મિનિટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં આંશિક ઘટાડો આવ્યો છે પરંતુ મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. ભયંકર રોડ અકસ્માતો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ અકસ્માતમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે અંગે કશું જ કહી શકાતુ નથી. અકસ્માતને કારણે અનેક પરિવારોના માળા વેરવિખેર થઈ ગયા છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોમાં જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે અને જે રીતે ગંભીર અકસ્માત સર્જાઇ રહ્યાં છે તે ચિંતાજનક છે.

વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા.

દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે. માત્ર એક વર્ષની અંદર જ 1.68 લાખ લોકોના અકાળે મૃત્યું નિપજ્યા છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન 4.43 લાખ જેટલા લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે.

ઉલ્લેખનિય છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. ગુજરાત ટાઈમ્સ24 અનુરોધ કરે છે કે, ડ્રાઇવિંગ કાળજીપૂર્વક કરો, કેમ કે દરેક વ્યક્તિનું પરિવાર તેની રાહ જોઈને બેસ્યું હોય છે.

આ પણ વાંચો- વિદેશમંત્રી એસ.જયશંકરને કેમ આપવામાં આવી Z કેટેગરીની સુરક્ષા?