ભારત Vs પાકિસ્તાન: દર્શકોની સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ; રોમાંચક મુકાબલા પહેલા જાણો મહત્વપૂર્ણ જાણકારી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ સહિતના કલાકારો પરફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થશે. જ્યારે કે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારતે પાકિસ્તાનને સતત 7 વખત હરાવ્યું

આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મીલ રહ્યો છે અને તેઓ ખુબ આતુરતાથી આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યા છે. મેચની તમામ ટિકીટો વેચાઈ ચુકી છે અને અમદાવાદની એક પણ હોટેલમાં રૂમ બાકી રહ્યા નથી.

આ પહેલા બંને ટીમોનો સામનો Asia Cup 2023માં થયો હતો. તે મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે 10 સેપ્ટેમ્બરના રોજ ટક્કર થઇ હાઈ જેમાં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. જો કે આજે પરિસ્થિતિ બિલકુલ અલગ હશે. ODI World Cup 2023માં બંને ટીમો પર પ્રેશર રહેશે.

ભારત પર ઘરેલું મેદાન પર સારા પ્રદર્શનનો પ્રેશર રહેશે જયારે પાકિસ્તાન પર ભારતના 1,00,000થી વધુ ફેન્સ વચ્ચે પોતાને સાબિત કરવાનો પ્રેશર રહેશે. આજની મેચમાં ભારતનું પલડું ભારે રહશે કારણ કે ODI World Cupમાં ભારતે પાકિસ્તાનને સતત 7 વખત હરાવ્યું છે. ભારતીય ટીમ આજે આઠમી વખત જીત હાંસલ કરવા મેદાન પર ઉતરશે.

આ પણ વાંચો- દેશમાં દર ત્રીજી મીનિટે એક વ્યક્તિનું અકસ્માતમાં થાય છે અકાળે મૃત્યું; કાળજીપૂર્વક કરો ડ્રાઇવિંગ