- ચૈતર વસાવાએ કહ્યું, મોદી સરકારે પુંજીપતિઓના કરોડો રૂપિયા માફ કર્યા તો આદિવાસી ખેડુતોનું ધિરાણ માફ કરો
- ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા અને મોતીસિંહ વસાવાની હાજરીમાં ભાજપ સરકારની પોલ ખોલી નાખતા બન્નેવ નેતાઓ અવઢવમાં મુકાયા
- સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, ચૈતરભાઈ મુખ્ય મુદ્દા પર આવો તો ચૈતર વસાવાએ મનસુખ વસાવાને કહ્યું હા આવુ છું પણ તમે પેહલા સાંભળો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોખંડ ઉઘરાવ્યું હતું પણ પ્રતિમા તો બ્રોન્ઝની બની છે, લોખંડનો અતો પતો નથી: ચૈતર વસાવા
- મોદી સાહેબ આદીવાસીઓ સાથે આટલી અસમાનતા અને અન્યાય કેમ તમે પેહલા જાતિગત ભેદભાવો દુર કરો: ચૈતર વસાવા
- ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડિંગ થઈ ગયું છે એવી ઘરે બેઠા બેઠા જો ખબર પડતી હોય તો અહીંયા 54 શાળાઓમાં એક શિક્ષક છે એવી સરકારને કેમ ખબર પડતી નથી: ચૈતર વસાવા
- સરકારની માત્ર વાહ વાહી ન કરવાની હોય વાસ્તવિકતા પણ સ્વીકારવાની હોય એ બાબતે તમારે સરકારનું ધ્યાન પણ દોરવાનું છે: ચૈતર વસાવાની ભાજપ નેતાઓને સલાહ
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ સરકારી કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને પુર્વ વનમંત્રી મોતીસિંહ વસાવાની હાજરીમાં જ ભાજપ સરકારની પોલ ખોલી નાખતા ભાજપના બન્નેવ નેતાઓ અવઢવમાં મુકાયા હતા.દરમીયાન મનસુખ વસાવાએ અધવચ્ચે ટોક્યા અને કહ્યું કે ચૈતર ભાઈ મુખ્ય મુદ્દા પર આવો જ્યારે પુર્વ વનમંત્રી મોતીસિંહ વસાવાએ કહ્યું હતું કે તમે આ બધી વિધાનસભામાં રજુઆત કરજો ત્યારે ચૈતર વસાવાએ બન્નેવને સામે જવાબ આપ્યો હતો કે હા મુખ્ય મુદ્દા પર આવુ છું પણ તમે પેહલા આ સાંભળો.
આ પણ વાંચો-ડ્રીમ 11માં 1.5 કરોડ જીતનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ; જાણો કેમ કડક પગલા ભરાયા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા અને મોતીસિંહ વસાવાની હાજરીમાં ભાજપ સરકારની પોલ ખોલતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો રાજ્યમાં અતિ પછાત જિલ્લામાં આવે છે, અહીંયા 12333 બાળકો કુપોષણથી પીડાય છે 146 આંગણવાડી કેન્દ્રો નથી.એક બાજુ નર્મદા ડેમ, કરજણ ડેમ અને ઉકાઈ ડેમ હોવા છતાં આદિવાસી વિસ્તારને છોડી કરજણ ડેમ માંથી મોટી પાઈપલાઈનો કામરેજ, વાડી અને માંગરોલ લઈ જવાય છે.આદીવાસી સમાજ સાથે આટલી અસમાનતા અને અન્યાય કેમ.સાગબારા અને ડેડીયાપાડાની 54 શાળામાં માત્ર એક શિક્ષક છે, ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડિંગ થઈ ગયું છે એવી ઘરે બેઠા બેઠા જો ખબર પડતી હોય તો અહીંયા 54 શાળાઓમાં એક શિક્ષક છે એવી સરકારને કેમ ખબર પડતી નથી, પ્રવાસી શિક્ષકોનો 2-3 મહિને પગાર થાય છે. નર્મદા જિલ્લાની એક પણ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ચાલતુ નથી લોકોએ સારવાર માટે વડોદરા અને સુરત જવું પડે છે.આઝાદીના 75 વર્ષ થયા તે છતાં આદીવાસીઓએ પોતાનાં હક માટે લડવું પડે છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને આદિવાસી હોવાથી સાંસદ ભવનના ઉદ્ઘાટનમાં ન બોલાવ્યા એમને મંદિરમાં પણ પ્રવેશ નથી અપાતો.મોદી સાહેબ આદીવાસીઓ સાથે આટલી અસમાનતા અને અન્યાય કેમ તમે પેહલા જાતિગત ભેદભાવો દુર કરો.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આંજે શહેરોનો કુદકે અને ભુસકે વિકાસ થઈ રહ્યો છે જ્યારે આદીવાસી વિસ્તારનો વિકાસ કેમ થતો નથી.હાલમાં જ આરટીઆઈ હેઠળ ખુલાસો થયો છે કે મોદી સરકારે અદાણી, અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી સહિતના પુંજી પતિઓનુ 25 લાખ કરોડ દેવું માફ કર્યુ તો આદિવાસી ખેડુતોનું ધિરાણ પણ માફ કરો.સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોખંડ ઉઘરાવ્યું હતું પણ પ્રતિમા તો બ્રોન્ઝની બની છે, લોખંડનો અતો પતો નથી.સરકારની માત્ર વાહ વાહી ન કરવાની હોય વાસ્તવિકતા પણ સ્વીકારવાની હોય એ બાબતે તમારે સરકારનું ધ્યાન પણ દોરવાનું છે.સાંસદ મનસુખભાઈ જ્યારે તમે દિલ્હી જાવ ત્યારે આ તમામ બાબતે સરકારને અવગત કરજો.
આ પણ વાંચો-આવનાર દિવસોમાં શાળાઓ ખાનગી કંપનીઓને આપી દેવાની તજવીજ ચાલી રહી છે: ચૈતર વસાવા