ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે પ્રથમ યાદીમાં પોતાના ઘણા મોટા નેતાઓના નામ જાહેર કર્યા છે. આજે રાજસ્થાન ભાજપાએ ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ ઝાલરા પાટણ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અને શક્તિશાળી નેતા વસુંધરા રાજે સિંધિયાને ટિકિટ આપી છે. અંબરમાંથી સતીશ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે બીજી યાદીમાં 10 મહિલાઓ, 15 અનુસૂચિત જનજાતિ અને 10 અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપાએ થોડા સમય પહેલા જ પાર્ટીમાં જોડાયેલા જ્યોતિ મિર્ધાને પણ ટિકિટ આપી છે. મિર્ધાને નાગૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ નાથદ્વારાથી વિશ્વરાજ સિંહ મેવાડને ટિકિટ આપી છે.
આ પણ વાંચો- મધ્ય પ્રદેશના ગૃહમંત્રીનો રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન
અગાઉ રાજસ્થાનમાં 1 ઓક્ટોબરે 41 સીટો માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. બાકી સીટ માટે નામ નક્કી કરવા પાર્ટીએ ગઈ કાલે સીઈસી બેઠક બોલાવી હતી.
આ યાદીમાં વસુંધરા રાજેને તેમની જ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને તારાનગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ચુરુના ધારાસભ્ય હતા. તેઓ તારાનગરથી ચૂંટણી લડી ચૂક્યા હોવા છતાં પક્ષે તેમને ફરી એકવાર તારાનગરથી નસીબ અજમાવવા મોકલ્યા છે. પાર્ટીએ ચિત્તોડગઢથી વર્તમાન ધારાસભ્ય ચંદ્રભાન સિંહની ટિકિટ રદ કરી છે અને તેમની જગ્યાએ ચિત્તોડગઢથી નરપત સિંહ રાજવીને ટિકિટ આપી છે.
આ પણ વાંચો-નવરાત્રી: ગુજરાતમાં પાછલા 24 કલાકમાં આઠ યુવકોના હાર્ટ એટેકથી મોત; ઉંમર સાંભળીને ચોકી જશો