બ્રેકિંગ: પાલનપુર નિર્માણાધી બ્રિજ ધરાશીયા; ત્રણ લોકો દટાયાની આશંકા

પાલનપુર: બનાસકાંઠાના પાલનુપુરના આરટીઓ સર્કલ નજીક નવનિર્માણ બ્રિજ ધરાશીય થઇ ગયું છે. ત્રણ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા માટે બની રહેલા નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી છે. આ બ્રિજ નીચે બે-ત્રણ રિક્ષાઓ આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

મહત્વપૂર્ણ બાબત તે છે કે, આ બ્રિજને પડ્યાના અડધો કલાકથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ પોલીસ કે તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું નથી. તો કોન્ટ્રાક્ટ પણ ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી ગઈ છે. તો બ્રિજ ધરાશીય થયાં પછી પણ કોઈ જવાબદાર વ્યક્તિ ઘટના સ્થળે ફરક્યું નથી. આ સમાચાર લખાઈ રહ્યાં છે, ત્યાર સુધી તો રાહત કાર્ય પણ ચાલું કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનિય છે કે, આ બ્રિજને લઈને પહેલા પણ સુરક્ષાના મુદ્દે લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો હતો. બનાસકાંઠા પાલનપુરથી આબુરોડ ( Abu Road) જતો માર્ગ ભયજનક બન્યો બની ગયો હતો. આરટીઓ સર્કલ પર વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ સુરક્ષા નિયમોની કોઈ જ દરકાર લેવામાં આવતી નહતી. ઉપર મોટા-મોટા સિમેન્ટના બોક્સ, લોખંડની રેલિંગ અને આસપાસમાં લોખંડના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. જેની ઉપર અને આસપાસમાં મોટી સંખ્યામાં મજૂરો સેફ્ટી વગર કામ કરતા જોવા મળે છે.

ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર; કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ જ રદ્દ કરી દેવો જોઈએ… 

રાજ્યમાં નિર્માણાધીન બ્રિજ સહિતના જર્જરિત બ્રિજ સમાયાંતરે પડતા રહ્યાં છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પાલનપુરનો બ્રિજ પણ 500 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચે તૈયાર થઈ રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. તેવામાં એક આ એક સ્લેબ પડતા જ કરોડો રૂપિયાનું આંધણ તો મૂકાઇ જ ગયું છે. આ પહેલા પણ રાજ્યમાં અનેક બ્રિજ પડ્યાના ઉદાહરણ આપણી સામે છે.

હવે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ જ રદ્દ કરી દેવા જોઈએ. પૈસા સામે તેઓ એટલા આંધળા બની ગયા હોય છે કે, તેઓ લોકોના જીવ વિશે પણ વિચારતા નથી. પાલનપુરના બ્રિજ પર ન કોઈ વાહન ચાલ્યું છે કે, ન કોઈ માણસ ચાલ્યો છે, તે છતાં પણ બ્રિજ પડી ભાગ્યું છે. તો હવે પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે, બાકીના બ્રિજની એટલી મજબૂતાઇ હશે કે મસમોટા સાધનોના ભાર ખમી શકશે?

સ્વભાવિક છે કે, આ નેશનલ હાઇવે પર બનેલો બ્રિજ છે. આ બ્રિજ ઉપર સતત મોટા સાધનોની અવર-જવર રહેશે. આ બ્રિજ ચોવીસ ક્લાક વ્યસ્ત રહેશે તેવામાં આ બ્રિજની કામગીરીને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં બ્રિજને ખુલ્લો મુકાશે ત્યારે કોઈ જાનહાનિ થશે નહીં તેની ગેરંટી કોણ લેેશે? શું કોન્ટ્રાક્ટર પોતાના બ્રિજની ગેરંટી લેશે ખરો?