ગાંધીનગર: દેશમાં હાલ એક બાદ એક તહેવારોનો સિઝન ચાલી રહી છે. નવરાત્રી પૂર્ણ થતાં હવે દિવાળીનો પાવન તહેવાર આવી રહ્યો છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ પણ માનવામાં આવે છે, ત્યાંરે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગને દિવાળીના તહેવાર પહેલા જ નવી 40 બસો ફાળવવામાં આવી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તથા વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 એસટી બસોને લીલી ઝંડી આપી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં મોટી સંખ્યામાં એસટી વિભાગમાં નવી બસો ઉમેરાઈ છે. સાથે જ વધુમાં કહ્યું કે, આજથી UPI દ્વારા એસટી બસમાં ટિકિટ બુકિંગ પણ કરી શકાશે. ST વિભાગે 2×2 બસ બનાવી છે.
વધુમાં જણાવીએ તો, આ 40 બસોમાંથી 15 બસ અમદાવાદ વિભાગને ફાળવવામાં આવી છે, જ્યારે મહેસાણાને 7 બસ ફાળવવામાં આવી છે. તો વડોદરાને 10, ભરૂચને 2 અને ગોધરા ડેપોને 6 બસો ફાળવવામાં આવી છે. એસટી બસમાં મુસાફારી કરવા માટે UPI દ્વારા ટિકિટનું બૂકિંગ પણ કરી શકાશે. આ સુવિધાનો આજથી જ પ્રારંભ થયો છે.
ત્યારે ગૃહ રાજયમંત્રી તથા વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા 1 જ વર્ષમાં વધુ પ્રમાણમાં નવી બસો ફાળવાઈ છે. ત્યારે આવનારા સમયમાં એસટી વીભાગને વધુ 2 હજાર બસો આપવામાં આવશે. મુસાફરોને બસોમાં મુસાફરી સરળ રહે તે માટે UPIની સુવિધા પણ શઔ કરવામાં આવી છે. નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે. આ સુવિધા સાથે હવે મુસાફરો સીધું ઓનલાઈન UPI દ્વારા પેમેન્ટ પણ કરી શકશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી બસોની સુવિધામાં પણ વધારો કરવામાં આવશે.