શું સમાજમાંથી મરી પરવારી છે માનવતા? આ ક્રૂરતાને જોઇને તો એવું જ લાગી રહ્યું છે

તુંવર મુજાહિદ: સમાજમાં નાની-નાની બાબતોને લઈને લોકો ક્રૂરતાની પોતાની બધી જ હદ્દો પાર કરતાં થઈ ગયા છે. માનવતા જેવું તો કશું રહ્યું જ નહોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રતિદિવસ સમાજમાં એટલી હિંસક ઘટનાઓ ઘટવા લાગી છે કે લાગી રહ્યું છે કે માનવ સમાજની પ્રકૃતિ બદલાઈ ગઈ છે. માનવ સમાજની એકબીજાને બચાવવાની પ્રકૃતિનો નષ્ટ થઇ ગયો છે. માનવ સમાજની માનવતા મરી પરવારી છે અને તે હિંસક પ્રાણીઓની શ્રેણીમાં આવી ગયો છે.

પોરબંદરમાં એક એવી ક્રૂર ઘટના ઘટી છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રેમ-શાંતિ સહિષ્ણુતાની સમાજમાં જગ્યા જ રહી નથી. જણાવી દઇએ કે, પોરબંદરમાં એક નજીવી બાબતમાં એક વ્યક્તિની કેટલાક લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, શાળામાં બાળકોને મળતા ઈનામને લઈને તે વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.

હવે વિચારો કે, જે વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે, તે પરિવારના સભ્યોનું હવે શું થશે? જો તમે સંવેદનશીલ હોય તો એક અન્ય માહિતી તમને હચમચાવીને રાખી દેશે, જે એવી છે કે, મૃતક એક બાળકીના પિતા હતા અને તે બાળકીના જન્મ દિવસના દિવસે જ ટોળાએ તે બાળકીના માથેથી પિતાની છત્રછાયા ઝૂંટવી લીધી છે. હવે તે દિકરી જીવનભર પિતાના પ્રેમથી વંચિત રહેશે. પિતા આકાશ જેવા હોય છે, જ્યાર સુધી તેમની છત્રછાયા રહે છે, ત્યાર સુધી બાળકોનું બાળપણ જીવંત રહે છે.

આ પણ વાંચો- ખેડૂત મિત્રો તમે ગુલખેરા ઉર્ફે કુદરતી વાયગ્રાની ખેતી વિશે જાણો છો? ના જાણતા હોવ તો વાંચી લો લેખ

એવો તો કેવો ગુસ્સો કે નફરત હતી કે, ટોળાના રૂપમાં આવેલા માણસો માનવી મટીને હિંસક પ્રાણી બની ગયા. પ્રેમ કરતાં નફરત મગજમાં વધી રહી છે, કેમ વધી રહી છે તે હવે વિચારવાનું રહ્યું. કોઈપણ સમાજ કે જ્ઞાતિ વિશે મનમાં નફરત રાખવી તમારા માટે ખુબ જ ખતરનાક બની શકે છે. આ નફરત ગમે ત્યારે તમારા પાસે ધૃણાસ્પદ કામ કરાવી શકે છે.

માનવ સમાજને પ્રેમ તરફ પરત ફરવું પડશે. વર્તમાન સમયમાં રાજકિય પાર્ટીઓ પોતાનો લાભ ખાંટવા માટે હિન્દૂ-મુસ્લિમો વચ્ચે ખાઇ પહોંળી કરવા માટે પોતાની બધી જ તાકાતથી નફરતનું વાવેતર કરી રહી છે. જે લોકો માટે ખતરનાક બની રહી છે. આ નફરત ધીમે-ધીમે વ્યક્તિમાં ગુસ્સાને જન્મ આપે છે અને તે કોઈ દિવસ ભયંકર રૂપમાં બહાર આવે છે.

પોરબંદરમાં લડવાઢના કેસમાં બાળકીને શેરી ગરબામાં ઇનામનો ઝઘડો નિમિત્ત બન્યો હતો. એક શેરી ગરબાના કાર્યક્રમમાં એક બાળકીને ઇનામ ઓછું અપાયું તો તેણે માતાને વાત કરી. જે બાદ થયેલા ઝઘડામાં 9 શખ્સોએ બાળકીના પિતાની હત્યા કરી નાંખી હતી.

હવે આ ઘટનાને લઈને શાંતિથી વિચાર કરો… આવી નાની બાબતે ઉગ્ર ઝગડાનું સ્વરૂપ ધારણ કેમ કર્યું? લોકોમાં રહેલી નફરત અને ગુસ્સાએ તેમના પાસે એવો હિચકારો કૃત્ય કરાવી નાંખ્યો કે તેઓ પોતે પણ પોતાની જાતને જીવનભર માફ કરશે નહીં. આ તમામ લોકોના જીવનમાં ધૂળ નંખાઈ ગઈ છે. મૃતક તો મરીને જતો રહ્યો પરંતુ તેના પરિવારની મુશ્કેલીઓ વધી જશે, જ્યારે ખુની બની ચૂકેલા લોકો જેલના સળીયા પાછળ ધકેલાઈ જશે, તેથી તેમના પરિવારોની પણ સમસ્યાઓ વધી જશે.

શાંતિ, પ્રેમ, આદર, સહિષ્ણુતા, મૃદુતાને અપનાવવી પડશે, ત્યારે જ માનવ સમાજ માનવતાને જીવંત રાખી શકાશે.

આ પણ વાંચો-PM મોદીની ડભોડામાં જંગી સભાને લઇને શું છે તૈયારીઓ? પોલીસ સતર્ક; સાત લોકોને ઉઠાવ્યા!!!