ચંદ્ર ગ્રહણ: અંબાજી મંદિરની આરતીના સમયમાં કરાયો ફેરફાર ; જાણી લો સમય

અંબાજી: રાજ્યના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ હોવાને કારણે અંબાજી મંદિર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

પૂનમના દિવસે મંગાળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે પૂનમના દિવસે મંગાળા આરતી સવારે 6 કલાકે કરવામાં આવશે, તો બીજી તરફ અંબાજીમાં દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 સુધી રહેશે. અંબાજીમાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

  • ચંદ્રગ્રહણ 28-29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થશે
  • શક્તિપીઠ અંબાજી મંદિર બપોરે 3.30 વાગ્યાથી સંપૂર્ણ બંધ રહેશે
  • પાવાગઢ માં કાલિકાનું મંદિર બપોર બાદ બંધ રહેશે
  • દ્વારકાધીશ મંદિર બપોરે ૩ વાગ્યાથી બંધ કરાશે
  • અંબાજીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા પછી માના મંદિરને બંધ કરી દેવામાં આવશે

સવારે 6:30 થી 11:30 સુધી દર્શન સમય બાદ અંબાજીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા પછી માના મંદિરને બંધ કરી દેવામાં આવશે. ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજની આરતી બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી કરવામાં આવશે. જેથી સાંજની આરતીના સમયે મંદિર સંપુર્ણ પણે બંધ રહેશે. પૂનમના બીજા દિવસે એટલે કે 29 ઓક્ટોબરના રોજ મંદિર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો-ખેડૂત મિત્રો તમે ગુલખેરા ઉર્ફે કુદરતી વાયગ્રાની ખેતી વિશે જાણો છો? ના જાણતા હોવ તો વાંચી લો લેખ