ખેરાલુના તાલુકામાં આવેલા મદ્રોપુર ગામના ખેતરમાં એક યુવકનું કરંટ લાગવાથી મૃત્યું થયું છે. મળી રહેલા સમાચાર અનુસાર, એક ખેડૂતે પોતાના પાકનું રક્ષણ કરવા માટે ઝાટકા મશીનની જગ્યાએ વીજકરંટના જીવતા વાયર પોતાના ખેતરના શેઢા ઉપર મૂક્યા હતા. આ જીવતા વાયરના કારણે આજે એટલે કે, 27 ઓક્ટોબરે એક યુવકનું વહેલી સવારે પાંચ વાગ્યે મોતને ભેટ્યો છે.
આવી રહેલી માહિતી અનુસાર, ખેરાલુના સાકરી ગામનો 30 વર્ષિય યુવક વિક્રમજી ઠાકોર વહેલી સવારે ખેતીકામને લઈને મદ્રોપુર સીમમાં ગયો હતો. વિક્રમજી ખેતરના શેઢા ઉપર મૂકેલા જીવતા કરંટથી અજાણ હતો તો બીજી તરફ વહેલી સવારે અંધારો હોવાના કારણે વિક્રમજી કરંટના વાયરને દેખી પણ શક્યો નહતો અને તેના સંપર્કમાં આવી જતાં કરંટ લાગતા તેનું મૃત્યું થયું હતું. મળી રહેલી માહિતી અનુસાર, ખેડૂત મદ્રોપુર ગામના માજી સરપંચ હોવાની માહિતી સામે આવી રહી છે.
ખેતરમાં ભૂંડના ત્રાસથી પાકને બચાવવા માટે વીજ વાયર લગાડીને તેમાં કરંટ ઉતારવામાં આવ્યો હતો. આ કરંટનો ભોગ જાનવરની જગ્યાએ એક યુવક બની જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ સંદર્ભે ખેરાલુ પોલીસે ખેતરમાલિક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ભૂતકાળમાં પણ ખેતરમાં મૂકવામાં આવેલા કરંટથી મોતના અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. તે છતાં ખેડૂતો ગંભીર ભૂલો કરતાં જ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો ટેકનોલોજીને અપનાવવી ન રહ્યા હોવાના કારણે આવી ગંભીર ઘટનાનો ભોગ બનવું પડી રહ્યું છે. કેમ કે, વર્તમાન સમયમાં ઝાટકા મશીનથી પોતાના પાકનું રક્ષણ કરી શકાતું હોવા છતાં કરંટના જીવતા વાયર મૂકવાના કારણે લોકોને જીવ ગુમાવવા પડે છે.
જણાવી દઇએ કે, થોડા જ સમય પહેલા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામે વીજ કરંટ લાગવાથી પિતા – પૂત્ર સહિત ત્રણ વ્યક્તિઓનાં ખેતરમાં મોત નિપજ્યા હતા. ખેતરમાં ભૂંડના ત્રાસથી પાકને બચાવવા માટે વીજ વાયર લગાડીને તેમાં કરંટ ઉતારવામાં આવ્યો હતો. આ કરંટથી ખૂદ ખેતર માલિક ખેડૂતનો જ પરિવાર રોળાયો હતો. આ ઘટનામાં સંખેડાના પીપળસટ ગામે વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો-ગુજરાત હાઇકોર્ટમાં બે જજ વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી; પરંતુ ન્યાયધીશની સમજદારી તો જૂઓ