અંબાલાલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની કરી આગાહી; જાણો ક્યારથી થશે શરૂ?

ગાંધીનગર: રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે. પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં અચાનક ઠંડીના ચમકારાનો અહેસાસ થવા લાગશે. જોકે, હજું રાજ્યમાં આગામી 15 દિવસ આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળશે. જોકે, આ વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે.

તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખૈલેયાઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.

આ પણ વાંચો- પીએમ મોદી પહોંચ્યા માં અંબેના દ્વારે; માતાજીની પૂજા કરીને સૌથી મોટા શ્રીયંત્રનું કર્યું લોકાર્પણ