પીએમ મોદી પહોંચ્યા માં અંબેના દ્વારે; માતાજીની પૂજા કરીને સૌથી મોટા શ્રીયંત્રનું કર્યું લોકાર્પણ

બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા છે. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા.

ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે.