ગુજરાત પોલીસની સિદ્ધિ: ATSના 20 અધિકારીઓનું મેડલ આપીને કરાયું સન્માન

ગાંધીનગર: રાજ્યના બે IPS સહિત કુલ 20 એટીએસના અધિકારીઓને મેડલથી નવાજવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આંતરરાષ્ટ્રીય ડ્ર્ગ સિન્ડીકેટનો પર્દાફાશ કરી રૂપિયા 1230 કરોડના માદક દ્રવ્યો અને આરોપીઓને પકડવા ટીમ ATSની પ્રશંસનિય કામગીરીને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે, ગુજરાતના દરિયેથી શરૂ થયેલું ઓપરેશન દિલ્હીના મુઝફ્ફરનગર સુધી પહોંચ્યું હતું. ગુજરાત એટીએસને ત્રણ વર્ષમાં બીજી વખત યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ વર્ષે IPSથી લઈને ASI સુધીના 20 અધિકારીઓને મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે.

ATSના તત્કાલિન DySP બી. પી. રોજિયાને બાતમી મળી હતી કે, અલ-હજ બોટમાં પાકિસ્તાનથી હેરોઈનનો મોટો જથ્થો ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે માહિતી અંગે DIG દિપન ભદ્રન સાથે ચર્ચા કરવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

હેરોઈનનો જથ્થો દરિયાઈ માર્ગે આવી રહ્યો હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)નો સંપર્ક કરવામાં આવ્યો અને તેમની મદદથી વર્ષ 2022ની તારીખે 24 એપ્રિલની રાતે જખૌ પાસે દરિયામાં બોટને આંતરી 56 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. 9 પાકિસ્તાનીઓની ATS ટીમે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ATSની એક અન્ય ટીમે દિલ્હી સ્પેશ્યલ ઓપરેશન ટીમની મદદથી અન્ય બીજું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન 246 કિલો હેરોઈન અને 55 કિલો અન્ય પ્રતિબંધિત કેમિકલ કુલ કિંમત રૂપિયા 1230 કરોડનું કબજે લેવાયું હતું.

20 અધિકારીઓનું કરાયું સન્માનિત

DIG દિપન ભદ્રન (Deepan Bhadran IPS) SP સુનિલ જોષી (Sunil Joshi IPS) ડીવાયએસપી બળવંતસિંહ એચ. ચાવડા (DySP B H Chavda) ડીવાયએસપી ભાવેશ પી. રોજિયા (DySP B P Rojiya) ડીવાયએસપી હર્ષ એન. ઉપાધ્યાય (DySP H N Upadhyay) પીઆઈ વિષ્ણુકુમાર બી. પટેલ (P.I. V. B. Patel) પીઆઈ સંજયકુમાર એન. પરમાર (PI S N Parmar) પીઆઈ જતિનકુમાર એમ. પટેલ (PI J M Patel) પીઆઈ જયેશ એન. ચાવડા (PI J N Chavda) પીઆઈ હસમુખભાઈ કે. ભરવાડ (PI H K Bharvad) પીઆઈ મુકેશકુમાર ચેલાભાઈ ચૌધરી (PI M C Chaudhari) પીએસઆઈ ભીખાભાઈ એચ કોરોટ (PSI B H Korot) પીએસઆઈ રવિરાજસિંહ બી. રાણા (PSI R B Rana) પીએસઆઈ કોમલ આર. વ્યાસ (PSI K. R. Vyas) પીએસઆઈ અનિલકુમાર ઢાકા (PSI A K Dhaka) વાયરલેસ પીએસઆઈ ક્રિપાલ પી. ગોલેતર (PWSI K P Goletar) દિપતેશ એસ. ચૌધરી (PWSI D S Chaudhari) રૂપલબહેન આર. રાઠોડ (PWSI R. R. Rathod) મૃણાલ એન. શાહ (PWSI M N Shah) અને એએસઆઈ અનિલ ચઢા (ASI Anil Chadha) નો સમાવેશ થાય છે.