સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે વરણી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે મહેસાણામાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. આ પછી આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટી મંડળની 122 મી બેઠક રાજભવન ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીને આગામી 5 વર્ષ માટે ટ્રસ્ટી મંડળના સમન્સ આપવામાં આવ્યા છે.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે ટ્રસ્ટી મંડળ દ્વારા વરણી કર્યા બાદ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ આગામી 5 વર્ષ દરમિયાન તેઓ સભ્ય તરીકે પણ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બની રહેશે.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનના આવાહનને અનુસરીને “મેરી મીટ્ટી મેરા દેશ” અંતર્ગત સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ, અને મંદિરની પરાકારને ઉજાગર કરતો મેરી મીટ્ટી મેરા દેશ” નો વિડીયો પણ લોકાર્પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન મોદીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી છે. જેમાં યાત્રિઓની સુવિધા, વૃદ્ધો, દિવ્યાંગો માટેની સુવિધા, અન્નક્ષેત્ર, રોજગારી અંગે તેમજ પર્યાવરણ લક્ષી અને પ્રોજેકટ શરુ કરવામાં આવ્યા છે.

આ સાથે જ ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ડેશબોર્ડથી તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગેની રોજે રોજની માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો-અમદાવાદમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે યોજાઇ મેરેથોન; આપ્યો રન ફોર યુનિટીનો સંદેશ