મહેસાણા APMCમાં અડદના કારણે ખેડૂતોની દિવાળી સુધરી

મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લાવે છે. રોજની હજારો બોરીની આવક મહેસાણા માર્કેટયાર્ડ ખાતે થતી હોય છે. મહેસાણા માર્કેટયાર્ડમાં વિવિધ પાકની આવક જોવા મળી હતી. સવા, મેથી, જવ સહિત 10 પ્રકારની જણસીની આવક માર્કેટયાર્ડ ખાતે નોંધાઈ હતી.

અડદનો ભાવ વધ્યો

ગયા અઠવાડિયે અડદનો ઊંચો ભાવ 2175 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો, તેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આજે અડદના ભાવમાં બીજો 100 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. આજે અડદનો ભાવ 2290 જોવા મળ્યો હતો અને અડદની 104 બોરીની આવક જોવા મળી હતી.

એરંડાના ભાવમાં ઘટાડો

મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં વેચાણ અર્થે આવતો હોય છે. એરંડાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. એરંડાની 446 બોરી આવક નોંધાઈ હતી અને પ્રતિમણનો ભાવ 1150 રૂપિયાથી લઈને 1186 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો. ગયા મહિને એંરડાના 1250 સુધી ભાવ બોલાયા હતા. આ મહિને એરંડાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

અન્ય પાકોના હાલ

મહેસાણા APMCમાં તલની આવક 3 બોરી નોંધાઈ હતી અને ભાવ 2811થી 3055 રૂપિયા પ્રતિ મણ નોધાયો હતો. તલના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં રાયડાની 242 બોરીની આવક જોવા મળી હતી. જેના નીચા ભાવ 950 તેમજ ઉંચા ભાવ 1035 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા. આજે મહેસાણા માર્કેટમાં સુકા ગવાર ઊંચા ભાવ 1100 રૂપિયા જોવા મળ્યો હતો અને આજે 32 બોરીની આવક નોંધાઇ હતી.