ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારે ચાર આઈએએસ અધિકારીઓને અલગ-અલગ ખાતાઓની જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી, આઈએએસ અધિકારી શાહમીના હુસૈન, હસમુખકુમાર રતિલાલ પટેલ અને આલોક કુમાર પાન્ડેયની બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ધનંજય દ્વિવેદી જે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં હતા તેમની બદલી પરિવાર અને કલ્યાણ વિભાગમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરી છે. તો આઈએએસ અધિકારી શાહમીના હુસૈનની બદલી નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં કરી છે. હુસૈન આ પહેલા પરિવાર કલ્યાણ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
રાજ્ય સરકારે હસમુખકુમાર રતિલાલ પટેલની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરી છે. હસમુખ પટેલ પહેલા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર હતા. આ સિવાય આલોક કુમાર પાન્ડેયને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો- મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ; 135 મૃતકોના પરિવારજનો જોઇ રહ્યા છે ન્યાયની રાહ