હાર્ટ એટેકેના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારે શરૂ કરી નવી પહેલ

ગુજરાત : હાર્ટએટેકના કેસ વધતા રાજ્ય સરકારે નવી ઝુંબેશ શરૂ કરી છે. ગુજરાત સરકાર યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ સાથે મળી એક નવી પહેલ શરૂ કરી. જેમાં લોકો પોતાના દિલની વાત કરી હૃદયનો ભાર હળવો કરી શકશે. સંભવત આ પહેલને પગલે આગામી સમયમાં હૃદયરોગ હુમલાથી થતા મૃત્યુદરમાં ઘટાડો આવે.

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 25થી વધુ લોકોના હાર્ટએટેકના કારણે મોત નિપજયા છે. જેમાં મોટાભાગના યુવાનો હૃદયરોગના હુમલાનો શિકાર બન્યા. હાર્ટએટેકથી થતા મૃત્યુમાં નિષ્ણાતોએ નોંધ્યુ છે કે મહિલાઓ કરતા પુરુષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું. ખાસ કરીને 20 થી 45 વયના લોકો સામાન્ય કામ કરતા પણ કાર્ડિયાક એટેકનો ભોગ બની રહ્યા છે.

કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. છતાં પણ કોરોના મહામારી બાદ હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટનામાં વધારો થયો છે. અનેક વખત તબીબો સ્વાસ્થ્ય સંબંધિત પ્રાથમિક સૂચના જારી કરતા હોય છે. હાર્ટએટેકથી થતા મૃત્યુમાં દિનપ્રતિદિન વધારો થતા સરકારની સાથે તબીબજગત પણ ચિંતાતુર છે.

આથી જ લોકોની સમસ્યા અને સ્ટ્રેસ દૂર કરવા ગુજરાત સરકાર અને યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા હૃદય અને હ્રદયરોગના નિવારણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ નાગરિક ગુગલ ફોર્મના માધ્યમથી હ્રદય સંબંધિત પ્રશ્નો પુછી શકશે. આ પ્રશ્નોના યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટના નિષ્ણાત તબીબો જવાબ આપશે.

રાજ્ય સરકારનો આ હ્રદયસ્પર્શી અભિગમ ખરેખર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે. તમે પણ હાર્ટએટેકના હુમલાથી બચવા માંગતા હોવ તો સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. કોઈપણ સામાન્ય દુખાવાને નજર અંદાજ ના કરો. હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો નીચે આપેલા લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો.

હ્રદય સંબંધી કોઈ સમસ્યા હોય તો અહીં ક્લિક કરીને ફોર્મ ભરો

આ પણ વાંચો-અમદાવાદમાં ઇન્કમટેક્ષ વિભાગની મોટી કાર્યવાહી; શહેરના બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા

આ પણ વાંચો- ગુજરાત પોલીસની સિદ્ધિ: ATSના 20 અધિકારીઓનું મેડલ આપીને કરાયું સન્માન