તલાટી અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર આપવાની તારીખમાં ફેરફાર

ગુજરાતમાં તલાટી અને જુનિયર કર્લાક નિમણૂક પત્ર આપવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે આ નિમણૂક પત્ર 10 નવેમ્બરના બદલે 6 નવેમ્બરમાં આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવશે.

10મી નવેમ્બરે દિવાળીના તહેવારો શરૂ થાય છે એટલે કે 10 તારીખે ધનતેરસ હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિણણૂક પત્રમાં તલાટી, જુ.કલાર્ક, ઇંગ્લિશ સ્ટેનો સહિતના 4500 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે

આ પણ વાંચો- અમદાવાદમાં ઇન્કમટેક્ષ વિભાગની મોટી કાર્યવાહી; શહેરના બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા