રાજ્યમાં પોલીસ દ્વારા સતત ડ્રગ્સના સામે લડત ચલાવવામાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા SAY NO TO DRUGSની મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યાં આ વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી ઘટના સામે આવી છે. જેમાં સુરતના પાંડેસરના વિદ્યાર્થીઓના બેગમાંથી શંકાસ્પદ નશાની વસ્તુઓ મળી આવી છે.
આ અંગેનો સુરતના પાંડેસરા વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓના સ્કૂલ બેગમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. જે સોલ્યુશનની ટ્યુબ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં પુસ્તકોની શંકાસ્પદ ટ્યુબ મળી આવતાં ચકચારી મચી ગઈ છે.
જ્યારે આ અંગે પાંડેસરના જલારામ નગરમાંથી પસાર થતાં માસૂમ બાળકોમાંથી શંકાસ્પદ પદાર્થો જોવા મળી આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓની બેગમાંથી પુસ્તકો વચ્ચે સોલ્યુશનની ટ્યુબ મળી આવી હતી. જેનો ઉપયોગ કરી બાળકો નશો કરતો હોવાનું સામે આવ્યું છે. નશો કરવા ટ્યુબને પ્લાસ્ટિકની થેલીમાં રાખતા હતા.
સૌથી ગંભીર બાબત એ છેકે, આ પ્રકારની સોલ્યુશન ટ્યુબના સેવનથી જે નશો થાય છે તે દારૂ કરતા પણ વધુ નશીલો અને ઘાતક હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ સંસ્થા અને શાળા સંચાલકોને ફરિયાદ કરી છે ત્યારે શાળા સંચાલકે વાતને નકારી દીધી હતી. તેમજ તેમણે કહ્યું કે, છોકરા ભણવામાં હોંશિયાર છે, રવાડે ચઢે એવા નથી. તેમજ તેમણે કહ્યું કે, છોકરાઓની બેગમાં પરાણે આ સોલ્યુશન મુકાયા હોઇ શકે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યુ છે કે, થોડા દિવસથી અમે કેટલાક વિદ્યાર્થીઓને ટ્યુબ સાથે જોતા હતા. આ બાળકો પાસે જો કોઇ હથિયાર હોય અને અમને મારી દે જેના કારણે અમે તેમને કાંઇ કહેતા ન હતા. પરંતુ અમે સોસાયટીના લોકો સાથે હતા ત્યારે તેમને પકડી પાડ્યા છે. આ છોકરાઓ ઉપરાંત છોકરીઓ પણ આવે છે જે અહીં બેસીને સિગરેટ પીવે છે.
આ ઉપરાંત બાળકો પાસેથી આ સોલ્યુશન ક્યાંથી આવ્યું અને કોની પાસેથી તેમને મેળવ્યું જે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. એટલું જ નહીં બાળકોને આ અંગેની જાણકારી ક્યાંથી મળી તેના અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. નશા માટે બાળકો પૈસા ક્યાંથી લાવ્યા તેવા પણ પ્રશ્નો બાળકોના પરિવારસ સામે ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો- રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 4 યુવકોના દર્દનાક મોત
આ પણ વાંચો- વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાને આંચકો; હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર, આ પ્લેયર હશે રિપ્લેસમેન્ટ