અમદાવાદઃ રાજ્યમાં વડોદરામાં ત્રણ, સુરેન્દ્રનગરમાં બે, પાલનપુર, નર્મદા, ભાવનગર, અમરેલી, અરવલ્લી, ધોરાજીમાં હાર્ટએટેકના લીધે એક-એકના મોતના અહેવાલ છે. વડોદરામાં હાર્ટએટેકના લીધે ત્રણના મોત થયા છે. વડોદરામાં ફતેગંજ ખાતે 47 વર્ષીય આધેડનું અને 37 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. ફતેગંજમાં 47 વર્ષીય આધેડનું હાર્ટએટેકથી નિધન થયું છે. વાઘોડિયા રોડ પર 37 વર્ષનો યુવાન તત્સમકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો તે સમયે તેને ગભરામણ થઈ હતી, તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો, ત્યાં ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યુ હતુ.
આ ઉપરાંત 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ પર છાતીમાં દુઃખાવો થયો હતો. સંતોષને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાલનપુરમાં એકનું મોત થયું છે. જ્યારે પાલનપુરમાં નાસ્તો વેચતા 23 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. નમન સિસોદિયા નામનો યુવક નાસ્તો વેચતાવેચતા અચાનક ઢળી પડ્યો હતો, તેના લીધે તેનું મોત થયું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પણ એક યુવક નરેશ વસાવાનું હાર્ટએટેકથી મોત થયું હતું. તે હોટેલમાં વેઇટરનું કામ કરતો હતો. તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા 108 બોલાવવામાં આવી હતી. જો કે 108ના ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પ્રાથમિક તારણ હાર્ટએટેક જ ગણાવાયું છે. જો કે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં જ 28 વર્ષીય યુવકને હાર્ટએટેકથી નિધન થયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 55 વર્ષના નરેશ મહેતાનું હાર્ટએટેકથી નિધન થયું હતું. તેઓ પોસ્ટ ઓફિસમાં રિકરિંગ અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતા હતા. છાતીમાં દુઃખાવા પછી તેઓ બેભાન થયા અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમને ડોક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેઓએ હાર્ટએટેકથી તેમનું નિધન થયાનું કારણ રજૂ કર્યુ છે.
સુરેન્દ્રનગરમાં પણ હાર્ટએટેકના લીધે બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. લખતર તાલુકામાં બે હાર્ટએટેક નોંધાયા હતા. લખતરના લીલાપુર ગામે રહેતા 43 વર્ષના આલાભાઈ સભાડનું હાર્ટએટેકથી નિધન થયું હતું. આ સિવાય મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષના યુવક સુરેશભાઈ ઘુઘલિયાનું પણ ગઇકાલે મોડી રાત્રે હાર્ટએટેકથી નિધન થયું હતું. ડોક્ટરોએ યુવકને મૃત્યુ પામેલો જાહેર કરતાં પત્ની અને ત્રણ સંતાનોમાં ઘેરા શોકની લાગણી છે.
આ પણ વાંચો- પ્રદૂષણ: અમદાવાદની હવામાં વધ્યું ઝેરનું પ્રમાણ; જાણો ક્યા વિસ્તાર છે ખતરનાક