પાલનપુરમાં હાર્ટ એટેક આવતા 23 વર્ષિય યુવકનું મોત

પાલનપુર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટફેલના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓના કારણે સભ્ય સમાજ, તબીબો અને નિષ્ણાંતો ચિંતત છે. આ વધતી હાર્ટફેલની ઘટનાઓ વચ્ચે પાલનપુરમાં એક હાર્ટએટેકની ઘટના સામે આવી છે. જેમાં ગત રાત્રે વધુ એક યુવકનું હૃદય ધબકતું બંધ થયું હતું.

ગાડીમાં નાસ્તો બનાવીને વેપાર કરતા 23 વર્ષીય નમન સિસોદીયાને છાતીમાં દુખાવો થતા અચાનક જ ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં બે મહિનામાં 10 જેટલા લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જે એક ચિંતાનો વિષય છે. રાજ્યમાં યુવાન , આધેડ અને ઘણા કિસ્સાઓમાં નાના બાળકો પણ હાર્ટએટેકથી મોતને ભેટી રહ્યા છે.

આ પણ વાંચો- પાટણ LCBએ ASIને ઝડપી પાડ્યા; ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગૌસ્વામી દારૂની પાર્ટી માણતા ઝડપાયા