પ્રદૂષણ: અમદાવાદની હવામાં વધ્યું ઝેરનું પ્રમાણ; જાણો ક્યા વિસ્તાર છે ખતરનાક

અમદાવાદ: દેશના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ હવા પણ પ્રદૂષિત થઈ છે. અમદાવાદમાં AQI 186 થયો છે. પીરાણા કરતા પણ વધુ પ્રદૂષણ શહેરના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. પીરાણામાં AQI 200 છે જ્યારે રખીયાલમાં AQI 229 અને રાયખડનું AQI 216એ પહોંચ્યું છે.

ચાંદખેડામાં AQI 144 જ્યારે નવરંગપુરાનું AQI 185એ પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. શુદ્ધ હવા જ શહેરીજનોને મળી નથી રહી. આ માટે વાહનો, ધુમાડા ઓક્તી ફેક્ટરીઓ જવાબદાર છે.

રાજ્યના અમદાવાદમાં પ્રદુષણ એ હદે વધ્યું છે કે એર ક્વોલિટી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં પણ પ્રદુષિત હવામાં શ્વાસ લેવામાં લોકો મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદુષણના કારણે શ્વાસની બીમારીઓનું પ્રમાણ વધે તેવી નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડા ફૂટવાને કારણે હવા વધુ પ્રદૂષિત થશે તો શ્વાસ લેવું વધારે મુશ્કેલ બની જશે.

  • વિસ્તાર અને એર ક્વોલિટી
    પીરાણા 200
    રખિયાલ 229
    રાયખડ 226
    ચાંદખેડા 144
    નવરંગપુરા 185

દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા હવે નીચલી કક્ષાએ પહોંચી ગઈ છે. જે ઇન્ડેક્સનું છેલ્લું સ્તર છે, જેના કારણે નાગરિકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઇ શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) રવિવારે 454 ને સ્પર્શ્યો, કેન્દ્ર સરકારને હવાના પ્રદૂષણના સ્તરને કોઈપણ નવા સ્તરે વધવાથી રોકવા માટે તમામ સંભવિત પગલાં લાદવા માટે સંકેત આપ્યો.

આ પણ વાંચો-પાટણ LCBએ ASIને ઝડપી પાડ્યા; ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગૌસ્વામી દારૂની પાર્ટી માણતા ઝડપાયા