પાટણ LCBએ ASIને ઝડપી પાડ્યા; ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગૌસ્વામી દારૂની પાર્ટી માણતા ઝડપાયા

પાટણ: ગુજરાતમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની જવાબદારી પોલીસ ઉપર રહેલી છે. તેથી પોલીસ નશાખોરીને ડામવા માટે રાત-દિવસ એક કરી રહી છે. પરંતુ આ વચ્ચે પોલીસ વિભાગમાં જ રહેલા કેટલાક કર્મચારીઓ પોતાની જવાબદારી ભૂલી બેસે છે અને તેઓ જ દારબંધીના કાયદાને તોડે છે. પાટણમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એએસઆઈ જ દારૂની મહેફિલ માણતા રંગે હાથે એલસીબીના હાથે ઝડપાઇ ગયા છે. આમ કાયદાના રક્ષક જ કાયદાને તોડી રહ્યા હતા.

પાટણની એલસીબીને બાતમી મળી હતી કે, પાટણની સ્ટે ઈન હોટલમાં પાંચ લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ LCBની ટીમે એકાએક હોટ પર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન એલસીબી પોલીસ ત્યારે આશ્ચર્ય પામી હતી, જ્યારે પાર્ટી કરનારાઓમાં પાટણ પોલીસ એ ડિવિજનમાં ફરજ બજાવતા એએસઆઈ કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગૌસ્વામી પોતે પણ હાજર હતા. તે ઉપરાંત તેમના સાથે અન્ય ચાર શખ્સોને પણ પાર્ટી માણી રહ્યાં હતા.

જોકે, એલસીબીએ પોતાની ફરજ નિભાવતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે,  પરંતુ મહેફીલમાં ખુદ પોલીસકર્મી પણ હાજર હતા તો શું આગળની કાર્યવાહી કાયદા પ્રમાણે થશે કે નહીં તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યાં છે.  હવે તો સમય જ બતાવશે કે એએસઆઈ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થશે કે નહીં?

મળી રહેલી માહિતી અનુસાર, પાટણમાં આવેલી સ્ટે ઇન હોટલમાં A ડિવિઝન પોલીસ મથકના ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગૌસ્વામી પોતાના અન્ય ચાર સાથીઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. આ દરમિયાન પાટણ એલસીબીને દારૂની મહેફિલની બાતમી મળતા તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને રેડ પાડી હતી. આ રેડમાં ASI કૃષ્ણપુરીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- ગાંધીનગરમાં એફસીઆઇના ચેરમેનની ઓળખ આપી રોફ જમાવતા ઠગને પોલીસે દબોચ્યો