વિધાનસભા ચૂંટણી: છત્તીસગઢ-મિઝોરમમાં મતદાન શરૂ; 3 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

વિધાનસભા ચૂંટણી: છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 10 બેઠક પર જ્યારે મિઝોરમમાં તમામ 40 બેઠક પર મતદાન શરૂ થઇ ગયું છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ મતદાન કર્યું હતું.

છત્તીસગઢમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. નારાયણપુરના ભાજપના ઉમેદવાર કેદાર કશ્યપે મતદાન કર્યું હતું.છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

છત્તીસગઢના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. જેમાં મોહલા-માનપુર,અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોટા.

છત્તીસગઢમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન

પંડરિયા, કવર્ધા, ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટા.

આ પણ વાંચો-મુખ્ય સચિવ અને સચિવ કક્ષાના અન્ય અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટે ખખડાવ્યા; જાણો શું છે મામલો