ગાંધીનગર: એક તરફ ઠંડીની અસર ધીમે ધીમે વાતાવરણમાં જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં કમોસમી વરસાદ અંગે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવ થતો નથી. તેમજ ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે જેની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે.
રાજ્યમાં હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરી છે. જેમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી તાપમાન તેમજ દિવસે 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગઇકાલે રાતે સૌથી ઓછુ વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. અમદાવાદમાં રાતે 20 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે.
આ પણ વાંચો-રાજ્યમાં નવજાત બાળકોનું મૃત્યુદર ચિંતાજનક; દર હજારે 23 બાળકોના મૃત્યું