ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ભેંસ ચોરીની ઘટનાઓમાં ધરખમ વધારો; પશુપાલકોના પડખે કોણ?

ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાછલા કેટલાક મહિનાઓમાં પંથકમાંથી દસથી વધારે ભેંસોની ચોરી થયાનું આવેદન પત્ર ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પશુપાલકો દ્વારા આપવામાં આવ્યું છે.

એક જૂની કહેવત છે કે, ‘એક દૂજણી ભેંસ(ગાય) આખું પરિવાર તારે’, વર્તમાન સમયમાં પણ આ કહેવય સાર્થક છે. ગુજરાતમાં અનેક પરિવારો એવા છે કે જેમનું જીવન નિર્વાહ એકાદ-બે પશુઓ પર જ ચાલતું હોય છે. પરંતુ હવે મહેસાણાના ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ખેડૂતો અને પશુ-પાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ખેરાલુ તાલુકાના પંથકના પશુ-પાલકોએ ખેરાલુ મામલતદાર ઓફિસ અને ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પોતાના પશુઓની ચોરી થવા અંગેનું આવેદન પત્ર આપીને તેમની સમસ્યાઓને ઉકેલી આપવા માટે વિનંતી કરી છે.

ઉલ્લેખનિય છે કે, પશુ-પાલકોનું જીવન-નિર્વાહ તેમના પ્રાણીઓ (ગાય-ભેંસ) થકી જ ચાલતું હોય છે. નાના પશુ-પાલકો પાસે એકાદ-બે ભેંસ કે ગાય હોય છે અને તેના થકી જ આખા પરિવારનું ભરણ-પોષણ અને પરિવારમાં રહેલા બાળકોને ભણાવવા સહિતની અનેક અન્ય જવાબદારી ઘરના મોભીના માથે હોય છે. આ પરિસ્થિતિમાં પશુપાલકના ઢોર-ઢાંખરની ચોરી થઈ જાય તો તેના માટે આભ આવી પડ્યા કરતાં પણ મોટી મુશ્કેલી સર્જાય છે.

દુ:ખદ વાત તે છે કે, પશુપાલકોની મુશ્કેલી સ્થાનિક પોલીસ પણ સમજી શકી રહી નથી. ભેંસોની ચોરી થયા પછી ખેડૂતોને ફરિયાદ નોંધાવવા માટે પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિની જરૂર પડી રહી છે.  આમ એક સામાન્ય પશુપાલકના અસ્તિત્વને જ નકારી દેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ પશુપાલક જ પશુપાલન થકી રાજ્યની ઇકોનોમીને બૂસ્ટ આપી રહ્યો છે, જેનાથી ઇકોનોમીનું પ્રતિદિવસ પ્રગતિના પંથ છે. ખેડૂત-પશુપાલક સિક્કાની બે પાસા જેવા છે, જેઓ દેશના તમામ રાજ્યોની અર્થવ્યવસ્થાને આગળ ધપાવી રહ્યા છે પરંતુ તેઓની મુશ્કેલીમાં તેમના પડખે ઉભુ રહેનાર કોઈ મળતું નથી.

જણાવી દઇએ કે, ખેરાલુ વિસ્તારમાંથી અત્યારે અંદાજિત 10થી વધારે ભેંસોની ચોરી થઈ છે. આ અંગે પશુપાલકોએ ખેરાલુ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરીને ચોરોની પકડી પાડવા ચક્રો ગતિમાન કરવાની માગણી કરી છે. તો બીજી તરફ પશુપાલકોએ જણાવ્યું છે કે, જરૂર પડશે તો તેઓ ગાંધીજીના માર્ગે ચાલીને ખેરાલુથી ગાંધીનગર સુધી આંદોલન પણ કરીશે.

ભેંસોની ચોરી અટકાવવા માટે પોલીસ કોઈ નક્કર પગલા ભરશે કે નહીં તે એક યક્ષ પ્રશ્ન છે. તે પ્રશ્નનો જવાબ આગામી સમયમાં મળી શકે છે. જોકે, મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચોરી થયેલી એકપણ ભેંસનો પગેરો મળી શક્યો નથી. તેથી પોલીસે પશુપાલકોની મુશ્કેલીને સમજીને પશુ ચોરોને પકડી પાડવા માટે મહેનત કરવી રહી.

ગુજરાતની અર્થવ્યવસ્થામાં પશુપાલકોનો મહત્વપૂર્ણ ફાળો

ગ્રામ્ય રોજગારી અને પૂરક આવક મેળવવા માટે ખેતી સાથે પશુ ઉછેર અને ડેરી વ્યવસાય અગત્યનું યોગદાન આપે છે. રાજયમાં ૬૭.૮૪ લાખ ગાયો, પર.૪૧ લાખ ભેંસો, ૨૦-૨૫ લાખ ઘેટા, ૪૨.૨૮ લાખ બકરા તેમજ ૧૩.૨૪ લાખ અન્ય પશુઓ છે. પરંતુ દિન-પ્રતિદિન પશુઓની સંખ્યા ઘટતી જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

આપણાં દેશની કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થામાં પશુપાલન એક પૂર્ણ સમયના વ્યવસાય તરીકે ઉપસી આવેલ છે. ભારતમાં ગાય વર્ગના પશુઓની સંખ્યા લગભગ ૧૯.૩ કરોડ અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યા ૭.૦ કરોડ છે. આમ, આપણો દેશ દૂધ ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસો પર ટકા, ગાયો ૪૫ ટકા અને ઘેટા બકરા ૩ ટકા ફાળો રહેલ છે.

પશુપાલન જમીન વિહોણા મજુરો માટે તેમની આજીવિકાનો મુખ્ય સાધન

આમ, દેશમાં દૂધ ઉત્પાદનમાં ગાય તથા ભેંસ મોખરાનું સ્થાન ધરાવે છે. પશુપાલન એ ગામડાઓમાં ખેતીનો પૂરક ધંધા તરીકેનો વ્યવસાય છે. આ ધંધો આજના સમયમાં ખાસ કરીને સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો માટે તેમની આજીવિકાનો મુખ્ય સાધન તરીકે ઉપસી રહયો છે.

ગુજરાતમાં, સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓનું વિશેષ મહત્વ આખા દેશમાં જાણીતું છે. સોરાષ્ટ્ર વિસ્તારમાં પાંચ મુખ્ય પશુઓની ઓલાદો જોવા મળે છે. તેમાં ગીર ગાય, જાફરાબાદી ભેંસ, ઝાલાવાડી બકરા, કાઠીયાવાડી ઘોડા તથા એશીયાટીક સિંહનો સમાવેશ થાય છે. ભારત જેવા વિશ્વના અનેક દેશોના આર્થિક માળખામાં તેમજ તેમની ગ્રામીણ સંસ્કૃતિમાં પશુપાલનનું આગવું મહત્વ છે.

જે તે દેશ કે રાજયની ભોગોલીક પરિસ્થિતિ, હવામાન અને કૃષિ -વિષયક અન્ય પરીબળો અમુક ચોકકસ પ્રકારના પશુધન-પ્રાણીને વધુ અનુકૂળ રહે છે અને ત્યાંની આર્થિક સદ્ધરતામાં વધુ નોંધપાત્ર ફાળો આપે છે.