મહેસાણા: દલાલ સ્ટ્રોકના નામે લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડીને વિસનગર-વડનગરના કેટલાક કુખ્યાત લોકો એક નવા સ્ટેજ પર લઈ ગયા છે. વિસનગરના કેટલાક નામોમાં પ્રકાશ ઉર્ફે સેધાજી મુખ્ય નામ છે. આ વ્યક્તિએ વિસનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ખુબ જ મોટા પાયે ઘુસાડી દીધું છે.
સેધાજીનું નામ અનેક મીડિયા રિપોર્ટમાં સામે આવી ચૂક્યું છે પરંતુ પોલીસ તેના વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી. આ અંગે સામાન્ય વ્યક્તિને ચોક્કસ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે પોલીસ કોઈ પગલા કેમ ભરતી નથી? સેધાજીના કેસમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે કેમ કે પોલીસના જ વહીવટદાર સહિત ખાદીધારીઓ પણ તેની ગાડીઓમાં ફરતા જોવા મળ્યા છે. ખેર તે અંગે ક્યારેક પછી વાત કરીશું પરંતુ વર્તમાનમાં કેટલાક અન્ય યુવાઓ સેધાજીના રસ્તે ચાલી નિકળ્યા છે.
વિસનગરમાં દલાલ સ્ટ્રોકના નામે છેતરપિંડી કરનારાઓમાં વધુ સાત નામો જોડાઈ ગયા છે. અંકુર, સાવન, જય, વિવેક, અરૂણ, સોહિલ અને આલોક શેર માર્કેટના નામે દેશના નિર્દોષ નાગરિકોને લૂંટી રહ્યા છે . આ તમામ યુવકો વિસનગરમાં રહીને દલાલ સ્ટ્રોકના નામે દેશભરની જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એક રીતે જોવા જઇએ તો આ દેશ સાથે ગદ્દારી સમાન જ છે. કેમ કે, દેશના લોકોને લૂંટનારો ક્યારેય દેશભક્ત હોઇ જ શકે નહીં.
વિસનગર-વડનગરમાં અનેક એવા બેરોજગાર છોકરાઓ મળી જશે, જેઓ લાખો રૂપિયાની ગાડી લઈને ફરી રહ્યા છે. માત્ર ગાડી જ નહીં, ગળામાં વાસ્તવના સંજય દત્ત જેવી સોનાની ચેન, હાથોમાં સોનાની વિંટીઓ અને હાથમાં આઈફોનનો લેટેસ્ટ મોડલ તો અચૂક જોવા મળે જ મળે… તે ઉપરાંત ઘર-બાર અને જમીન સહિતની પ્રોપર્ટી ખરીદવી સામાન્ય બાબત બની ગઈ છે.
વિસનગર-વડનગરના યુવાઓને કાયદાનો ડર રહ્યો નથી. તેથી દલાલ સ્ટ્રોકના નામે ચાલતી છેતરપિંડીમાં પ્રતિદિવસ અનેક નવા યુવા ચહેરાઓ જોડાઈને ગુનાહિત પ્રવૃતિઓના રસ્તે ચાલી નિકળ્યા છે. વિસનગર-વડનગર સહિતના આસપાસના ગામડાઓમાં તમને એવા અનેક બેરોજગાર યુવકો મળી જશે, જેઓ ગેરકાયદેસર પ્રવૃતિમાંથી કરોડો રૂપિયાની આવક ઉભી કરીને વૈભવી જીવન જીવતા થઈ ગયા છે. આ સિલસિલો પ્રતિદિવસ આગળ વધી રહ્યો છે, જે ખુબ જ ખતરનાક બની શકે છે.
આ દૂષણને નજરઅંદાજ કરનાર પોલીસ આગામી દિવસોમાં દેશભરના લોકો માટે ખુબ જ મોટી મુશ્કેલીને આમંત્રણ આપી રહી છે. વિસનગરના દલાલ સ્ટ્રોકના નામે છેતરપિંડી કરનારા સાતેય આરોપીઓ પોતાનો દાયરો વધારી રહ્યા છે. તેઓ વિસનગર અને તેની આસપાસના વિસ્તારોની સાથે-સાથે રાજસ્થાનના ઘરો સુધીમાં મૂળિયા નાંખી દીધા છે.
આ પણ વાંચો-પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી કેમ કરે છે તોડપાણી- વાંચો ઇન્સાઈડ સ્ટોરી