બનાસકાંઠાના દિયોદરમાંથી નશીલી સીરપનો મસમોટો જથ્થો ઝડપાયો

રાજ્યમાં શંકાસ્પદ નશીલી સીરપ પર પોલીસ અને ફૂડ વિભાગની સઘન ચેકિંગ ચાલુ કરવામાં આવી છે. આ વચ્ચે બનાસકાંઠાના દિયોદરમાંથી નશીલી સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં દિયોદરની પોલીસ દ્વારા વિવિધ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં 50થી વધારે દુકાનો, પાર્લર, હોટલમાં નશીલી સીરપ વેચાતી હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ સીરપનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બોટલો સહિત 179 બોક્સને જપ્ત કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં તપાસ દરમિયાન દિયોદર પોલીસે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. ખાસ વાત છે કે, દિયોદર પોલીસે દિયોદરમાં 50થી વધારે દુકાનો સહિત પાર્લરો, હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસ દ્વારા પાર્લર અને દુકાન માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બનાસકાઠાં જિલ્લામાં દિયોદર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં દિયોદર પોલીસે અચાનક હાથ ધરેલી તપાસમાં શંકાસ્પદ સિરપનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ તપાસમાં ગેરકાદેસર આયુર્વેદિક માદક સીરપની 6,870 બોટલો સહિત 179 બોક્સ મળી આવ્યા હતા. આ જથ્થાને પોલીસે કબજે લઇ લીધો હતો. અહીંથી 10,15,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પોલીસે પાર્લર અને દુકાનના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- નડિયાદ સીરપકાંડ: પાંચ લોકોના મોત બાદ પોલીસે 5 લોકો સામે નોંધ્યો માનવ વધનો ગુનો