હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવાઈ રહી છે. એક તરફ ઠંડીનો ચમકારો આવી રહ્યો છે, તો બીજી તરફ વાદરળછાયા વાતાવરણમાં માવઠા પડી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડાના ગળતેશ્વર અને મહિસાગરના લુણાવાડામાં માં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ, સાબરકાંઠાના વિજયનગર, ખેડાના ઠાસરા, મહિસાગરના કડામામાં અડધા ઈંચથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે. છૂટા છવાયા વરસાદની વાત કરીએ તો વીરપુર, ખાંભા, કપડવંજ, કાનપુર, સંતરામપુર, કલોલ, માગરોળ (સુરત), માલપુર, ખેડબ્રહ્મા, સાંજેલી, મેઘરજ, ઈડર, ફતેપુરા, મહુધામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો- અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી; જાણો કેવું રહેશે વાતાવરણ