મહેસાણાઃ ગુજરાતમાં શિળાયો ધીમે ધીમે પોતાનું રૂપ દેખાડી રહ્યો છે. ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઠંડીની મોસમમાં સૌ કોઈ ગરમ કપડામાં સજ્જ થઈ ઘરની બહાર નીકળે છે. ત્યારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. શિયાળામાં બાળકોને બેશવામાં તકલિફ ન પડે તે માટે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ગાંધીનગર જિલ્લાના પ્રેસિડેન્સી રાજેશભાઈ વી પટેલે જગુદણ ગામમાં આવેલી શેઠ ડીએચ હાઇસ્કૂલને 5500 સ્ક્વેર ફૂટ ગ્રીન સેટ નેટ ભેટ આપી હતી.
મળતી માહિતી પ્રમાણે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ગાંધીનગર જિલ્લાના પ્રેસિડેન્સી રાજેશભાઈ વી પટેલ જેવો મહેસાણા જિલ્લાના જગુદણ ગામે પોતાના વતનમાં ડી એચ હાઇસ્કુલની મુલાકાતે ગયા હતા. રાજેશભાઈ પટેલ પોતે આ જ સ્કૂલમાં ધોરણ 8 થી 10નો અભ્યાસ કરી ચૂક્યા છે.
હાઇસ્કૂલની મુલાકાત દરમિયાન રાજેશભાઈ પટેલેને ધ્યાનમાં આવ્યું હતું કે કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ નીચે બેશીને પ્રાર્થના કરી રહ્યા હતા. આ બાબતે રાજેશભાઈએ સ્કૂલના આચાર્ય પાસેથી જાણવા મળ્યું હતું કે સ્કૂલમાં બાળકનો બેશવા માટે ગ્રીન સેડ નેટની તાતી જરૂર છે. જેના પગલે રાજેશભાઈએ શાળાની જરૂરિયાત અને બાળકોને તકલિફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે 5500 સ્ક્વેર ફૂટ ગ્રીન સેડ નેટને સપ્રેમ ભેટ આપી હતી.
રાજેશભાઈના આ સદકાર્યને ડીએચ હાઇસ્કૂલના આચાર્ચ રજનીકાંત મકવાણા સાહેબ તેમજ અન્ય સ્ટાફે આદર પૂર્વક આવકાર્યું હતું. સ્કૂલના આચાર્ય રજનીકાંત મકવાણા સાહેબે રાજેશભાઈનું સાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું.