વડગામ: બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઈ છે. તળાવમાં પાણી છોડવાથી 125 ગામડાઓને ફાયદો થશે. મહેસાણા મોટીદાઉથી કર્માવદ તળાવ સુધી 62 કિમી લાઇન મંજૂર કરાઈ છે. મુકતેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાંખવા માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે મસમોટી પાઇપો નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું
અત્રે જણાવીએ કે, ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરુ કરાશે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે અગાઉ 25 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. 25 વર્ષથી કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા હતા.
125 જેટલા ગામોને લાભ મળશે
જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાથી ખેડૂતોને મોટો પ્રમાણમાં લાભ થશે. જળ આંદોલન સર્જાયું હતું જેના પગલે સરકારે હિતકારી નિર્ણય લીધો હતો. વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો આનો લાભ થશે. અત્રે જણાવીએ કે, 25 વર્ષથી પડતર માગને સ્વીકારાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- કોંગ્રેસે દેશવાસીઓ પાસે ચૂંટણી લડવા માંગી મદદ; શરૂ કર્યું ક્રાઉડફન્ડિંગ અભિયાન