કોંગ્રેસે દેશવાસીઓ પાસે ચૂંટણી લડવા માંગી મદદ; શરૂ કર્યું ક્રાઉડફન્ડિંગ અભિયાન

નવી દિલ્હી: કોંગ્રેસે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા શરુ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યુ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી ત્યારે હવે આજે આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ છે.

વેણુગોપાલે પ્રેસકોન્ફ્રન્સ કરીને આપી જાણકારી?

આ પહેલા કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે આ અભિયાન વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા 1380 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.

આ પણ વાંચો-ભારતમાં કોરોના વાયરસના નવા 335 નવા કેસ નોંધાયા; 5 લોકોના મોત