નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે રિટેલ બજારમાં ચોખાની કિંમતને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી માર્કેટમાં ચોખાના ભાવ ઘટશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે. કેન્દ્ર સરકારે રાઈસ ઈન્ડસ્ટ્રી એસોશિએશનને તત્કાલ પ્રભાવથી ચોખાની કિંમતમાં ઘટાડો કરવા માટે આદેશ આપ્યો છે.
આ સંબંધમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ નોન-બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ આદેશ આપવામાં આવ્યા છે.
ચોખાના ભાવ વધવાને લઈને થઈ ચર્ચા
બેઠકમાં ચોપડાએ ઉદ્યોગને રિટેલ બજારમાં કિંમતોને યોગ્ય સ્તર પર લાવવાના ઉપાય કરવા કહ્યું હતું. પીઆઈબી દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ઉદ્યોગ સંગઠનોને સુચન આપવામાં આવ્યા છે કે પોતાના સંઘના સદસ્યોની સાથે આ મુદ્દાને ઉઠાવે અને સુનિશ્ચિત કરે કે ચોખાની રિટેલ કિંમત તત્કાલ પ્રભાવથી ઓછી કરવામાં આવે.
એવામાં ખરીફના સારા ભાવ, ભારતીય ખાદ્ય નિગમની પાસે પર્પાપ્ત ભંડાર હોવા અને ચોખાના નિકાસ પર બેન છતાં ઘરેલુ બજારમાં નોન-બાસમતી ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે.
સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાના નિકાસ પર બેન લગાવ્યા છતાં કિંમતોમાં વધારો ચિંતાનો વિષય છે. ચોખાનો વાર્ષિક મોંઘવારી દર છેલ્લા બે વર્ષોથી 10 ટકાથી વધારે વધ્યો છે. ચોખાની કિંમતોમાં જાહેર વધારાને લઈને સરકાર હવે કડક પગલા ભરી રહી છે અને તેના પર લગામ લગાવવા માટે કમર કસી લીધી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે શારી ક્વોલિટીના ચોખાનો સ્ટોક છે. તેને ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ હેઠળ ટ્રેડર્સ અને પ્રોસેસર્સને 29 રૂપિયા કિલોમાં વેચવામાં આવી રહ્યા છે. તેના છતાં રિટેલ માર્ટેમાં તે 43થી 50 રૂપિયા પ્રતિ કિલોના રેટથી વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો- ચિરાગ પટેલ અને ભૂપત ભાયણી ભાજપમાં જોડાશે! ત્રીજું રાજીનામું પડવાની આશંકા