નવી દિલ્હી: ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર 300થી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સના વિમાનનું લેન્ડિગ થયું હતું. જે વિામનમાં ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતા કબૂતરબાજી માલૂમ પડી હતી. જેને લઈ તે વિમાનને રોકી દેવાયું હતું. જે મુદ્દે મહત્વની અપડેટ સામે આવી છે કે ફ્રાંસમાં ફસાયેલા તમામ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે.
ગેરકાયદે જઈ રહેલા 276 ભારતીયોને લઈને વિમાન મુંબઈ પરત ફર્યું છે. 2 સગીર બાળકો સાથે 25 લોકોએ ફ્રાંસમાં શરણ માંગ્યુ છે. ફ્રાંસમાં 2 લોકોને જજ સમક્ષ રજૂ કરી સાક્ષી બનાવાયા છે. આપને જણાવી દઇએ કે, ફ્રાંસમાં શરણ માગનારા 25 લોકોને અલગ ઝોનમાં રખાયા છે. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં વિમાન રોકી દેવાયું હતું. રોમાનિયાની કંપનીનું વિમાન ફ્રાંસથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્રાંસથી 276 યાત્રીકો સાથે વિમાન મુંબઈ પરત ફર્યુ છે.