રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે કેન્દ્ર સરકારે અડધા દિવસની જાહેર કરી રજા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે તમામ ઓફિસો અડધો દિવસ માટે ખુલ્લી રહેશે તેવી જાહેરાત કરતો પરિપત્ર આપ્યા છે. આ માટે 22 જાન્યુઆરીએ રજા અડધો દિવસ રહેશે.

આ અંગેના પરિપત્રમાં સરકારે જણાવ્યું છેકે, કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. જેમાં 22 જાન્યુઆરીએ અડધો દિવસ રજા રહેશે. તેમજ બપોરે 2:30 કલાક બાદ કચેરીઓ ખુલશે. આ સાથે જ દેશભરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની ભારે લાગણી અને તેમની વિનંતીને કારણે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. જેમાં 22 જાન્યુઆરી કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. આ તરફ ગુજરાત સરકાર પણ અડધા દિવસની રજા જાહેર કરી શકે છે.

આ પણ વાંચો-PM મોદીએ રામ મંદિર પર સ્પેશ્યલ ટપાલ ટિકિટ જાહેર કરી, એક પુસ્તકનું પણ કર્યુ વિમોચન