PM મોદીએ રામ મંદિર પર સ્પેશ્યલ ટપાલ ટિકિટ જાહેર કરી, એક પુસ્તકનું પણ કર્યુ વિમોચન

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પર ટિકિટોનું એક પુસ્તક જાહેર કર્યું છે. ડિઝાઇનમાં રામ મંદિર, ચૌપાઇ ‘મંગલ ભવન અમંગલ હારી’, સરયૂ નદી અને મંદિરની આસપાસની મૂર્તિ સામેલ છે.

PM મોદીએ રામ મંદિર પર ડાક ટિકિટ જાહેર કરી

PM મોદીએ આ દરમિયાન કહ્યું, “આજે, મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમમાં જોડાવાની તક મળી. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશના લોકોને અને વિશ્વભરના તમામ રામભક્તોને અભિનંદન આપવા માંગુ છું…”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “પોસ્ટલ સ્ટેમ્પનું કાર્ય આપણે બધા જાણીયે છીએ પરંતુ પોસ્ટલ સ્ટેમ્પ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોસ્ટલ સ્ટેમ્પ ઇતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આગામી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ હોય છે.”

આ પણ વાંચો- 2024માં 450થી વધારે સીટો પર લડી શકે છે ચૂંટણી; 2019નો તોડશે રેકોર્ડ!