આજે CMની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક; બજેટ, બિલ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. વિગતો મુજબ આજની આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા થશે. મહત્વનું છે કે, દર બુધવારની જેમ આ બુધવારે પણ મળનારી કેબિનેટ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા થશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળનાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે ચર્ચા થશે તો ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે ચર્ચા થશે.

આ પણ વાંચો- મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સત્ર શરૂ; નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે